________________
૧૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
मूए वा पंडिच्चेइ वा अभिमुहमुद्धपरिसा मझगए सिलाहेज्जा से वि आणं परमाहम्मिएसु 'उक्वज्जेज्जा - કુનતિ”
ક્લાવાર્થ-જે ભિક્ષુ અથવા ભિક્ષાણ પર પાખંડીઓની પ્રશંસા કરે, જેઓ નિદ્ધની પ્રશંસા કરે, તેઓને અનુકૂળ વચન બોલે, તેઓનાં સ્થાનમાં પ્રવેશ કરે, તેઓના ગ્રંથશાસ્ત્ર કે પદ કે અક્ષર માત્રની પ્રરૂપણા કરે. તેઓની પાસે કાયકલેશ આદિતપ કરે, સંયમ લે, જ્ઞાન મેળવે, વિજ્ઞાન મેળવે. તેઓનાં શ્રુત કે પંડિતાઈના વખાણ કરે સન્મુખ બેસીને ભેળા માણસોની સભામાં તેઓનાં વખાણ કરે તે “સુમતિની જેમ પરમધાર્મિકપણાને પામે છે. જે ૧૪૫
પ્રવ (૧૪)–મનક નામને પિતાને પુત્ર સ્વર્ગમાં ગયે છતે શ્રી શય્યભવસૂરિએ અશ્રપાત કરે તે શેકથી કે હર્ષથી?
ઉ શેકથી કરેલો એમ કેટલાક કહે છે. પરંતુ તે અગ્ય છે. કારણ કે શ્રુતકેવલિ એવા તે મહાપુરુષને તેવા પ્રકારનાં શેકની ઉત્પત્તિને અસંભવ છે. પરંતુ આ બાળકે થોડા જ કાળમાં આરાધના કરી એવા વિચાર પૂર્વકનાં હર્ષથી જ અશુપાત થયો હતો.
શ્રી દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે