________________
૧૭૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
आत्मप्रदेशस्यावेष्टित परिवेष्टितस्यापि नैकान्तेन चैतन्य. मात्रस्याभावो भवति, ततो यत्सर्वजघन्यं तन्मतिश्रुतात्मकम् । अतः सिद्धोऽक्षरस्यानन्ततमोभागो नित्योद्घाटितः" . तथा च सति मतिज्ञानस्य श्रुतज्ञानस्य चानादिभावः प्रतिपायमानो न विरुध्यते इति स्थितम्
ભાવાર્થ-જેમ સર્વ દ્રવ્ય, પર્યાયનાં પરિમાણવાળું. અકારાદિક શ્રુતજ્ઞાન તેમ મતિ આદિ જ્ઞાન પણ જાણવા જોઈએ. ન્યાયનું સમાન પણું હોવાથી અહીંયા જે કે સામાન્યથી સર્વ જ્ઞાન, “અક્ષર” કહેવાય છે. અને તે સર્વ દ્રવ્ય, પર્યાયનાં પરિમાણવાળું હોય છે. તે પણ અહીં શ્રુતજ્ઞાનને અધિકાર હોવાથી “અક્ષર' એટલે શ્રુતજ્ઞાન જાણવું. અને શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન વિના હોતું નથી, એટલે મતિજ્ઞાન પણ તેટલા પરિમાણવાળું જાણવું. તેથી આ પ્રમાણે જે જ કારાદિક શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટથી સર્વ દ્રવ્ય પર્યાયનાં પરિમાણવાળું છે તે સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાની એવા બાર અંગનાં જાણકારને ઘટે છે. બીજાને નહી. તેથી પ્રાણીઓને શ્રુતજ્ઞાન જે અનાદિ કાળનું કહ્યું છે તે જઘન્ય અથવા મધ્યમ જાણવું. પરંતુ ઉત્કૃષ્ટ નહીં.
શંકા–અહીં કેઈ કહે છે કે – શ્રુતજ્ઞાન અનાદિ કાળનું જ છે એ કેમ ઘટે? જ્યારે પ્રબલ શ્રુતજ્ઞાના વરણ અને વિકૃદ્ધિ નિદ્રા રૂપ દર્શનાવરણને ઉદય હાય