________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૮૯પ્રમાણે કરાયેલા છે. આથી તેનું વચન જેઓ ન માને તે સૂત્રના ઉત્થાપકે જાણવા. ૧૪૧
પ્ર. (૧૪૨) અત્યારના કેટલાક પાખંડીઓ ગૃહસ્થાને પણ અંગ ઉપાંગ આદિ સિદ્ધાન્ત ભણાવે છે. તે , જિનેશ્વરની આજ્ઞા અનુસારે છે કે તેની વિરુદ્ધ છે?
ઉ. આ કૃત્ય જિનેશ્વરની આજ્ઞા વિરુદ્ધ જ છે એમ જાણવું. નિશીથ સૂત્રમાં ઓગણીસમા ઉદ્દેશામાં ગૃહસ્થને સૂત્ર વાંચવાને નિષેધ હેવાથી તે પાઠ આ પ્રમાણે છે
जे अण्णउत्थियं वा गारत्थियं वा वाएति वायं तं वा साइज्जति से आवज्जति चाउम्मासियं परिहारहाणं
उग्घाइयं "
ભાવાર્થ-જેઓ અન્ય તીથીઓને અથવા ગૃહસ્થને વાચના આપે છે અથવા તેને સહાય આપે છે તેને ચાતુર્માસિક પરિહાર સ્થાન ઉદ્દઘાતિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આથી જ શ્રી અરિહંત ભગવંતનાં ચરણમાં શ્રાવકેનાં વર્ણનમાં ઠેકઠેકાણે “મેળવ્યું છે અર્થ જેમણે”
ગ્રહણ કર્યો છે અર્થ જેમણે” એવા પદે જ દેખાય છે. પરંતુ “સૂત્રનું અધ્યયન કર્યું છે જેમણે એ પાઠ. દેખાતું નથી.
જે એમ છે તે શ્રાવકને દશવૈકાલિક સૂત્ર પણ ન ભણાવવું ? તેનાં ઉત્તરમાં કહે છે કે શ્રાવકને દશવૈકાલિક