________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ . ૧૮૩ સમ્યક્ત્વ પામીને જે કદી પણ વમન ન કરે તે કેટલા ભવે મોક્ષે જાય?
ઉ૦-ભરત ચક્રવતિને જીવ સાત-આઠ ભવ કરીને , મુક્તિમાં ગયાનું સંભવે છે.
આચારાંગ સૂત્રની વૃત્તિમાં સાર અધ્યયનમાં ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે –
"भावयुद् वाऽई शरीरं लब्ध्वा कश्चित् तेनैव भवेन अशेष मक्षयं विधत्ते, मरुदेवी स्वामिनीवत् , कश्चित् વામિ મતેવત #શ્ચર અનાદ્ધપુજાवर्तन, अपरो न सेत्स्यति एवेति" | ભાવાર્થ–ભાવયુક્ત એવા યોગ્ય શરીરને મેળવીને કેઈક તે જ ભવે મોક્ષે જાય, મરુદેવી માતાની જેમ કેઈક સાત આઠ ભવે મોક્ષે જાય, ભરત ચક્રવર્તિની જેમ કેઈક અપાધે પુગલ પરાવર્ત કાળે મોક્ષે જાય. સમ્યક્ત્વ પામ્યા વગરને તે ક્ષે જાય જ નહીં.
સમ્યકત્વ પામીને જે કદી પણ વમન ન કરે તે સાત કે આઠ ભવ સુધી સંસારમાં રહે તે પછી અવશ્ય મુક્તિને પામે.
સૂત્ર કુતા વૃત્તિમાં ચૌદમાં અધ્યયનમાં કહ્યું છે કે – "अप्रतिपतितसम्यक्त्वो जीव उत्कृष्टतः सप्ताष्टौ वा भवान् म्रियते नोर्ध्वमिति"