________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૮૫
-કાળ સુધી રહે છે. અને તે પુદ્ગલ પરાવર્તે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલો સમય હોય તેટલા જાણવા.
આ બધી સ્થિતિ વ્યવહાર રાશિમાં આવેલા અને આશ્રયીને કહી છે. તેથી મરુદેવી માતા વિગેરેને આશ્રયીને વિરોધ નથી.
આગમમાં કહ્યું છે કે – सुहुमनिगोए णं भंते, सुहुम निगोए ति कालओ किच्चिरं होइ ? गोयमा जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेनं कालं, असंखिज्जाओ उस्सप्पिणि ओस प्पिणीओ.
ભાવાર્થ-હે ભગવંત! સુક્ષ્મ નિગોદમાં સુક્ષ્મ નિગોદ પણે જીવ કેટલો કાળ રહે? હે ગૌતમ! જઘન્યથી અંત મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ અસંખ્યાતિ ઉત્સપિણી અવસર્પિણી સુધી રહે. ૧૩૯
પ્ર (૧૪૦)-જેઓનાં રૂંવાટાઓ વડે રત્નકંબલ વસ્ત્ર ઉત્પન્ન થાય છે. તે ઉંદરડા અગ્નિમાં ઉત્પન્ન થાય છે. આથી જ તે વસ્ત્રની મલીનતા અગ્નિમાં નાખવા વડે શુદ્ધ થાય છે. એવી ઉક્તિ સંભળાય છે. તેમાં અગ્નિમાં ઉંદરડાની ઉત્પત્તિ કેઈ શાસ્ત્રમાં કહી છે કે નહી? તથા ‘કેકના પેટમાં ગળી ઉત્પન્ન થાય છે એમ સંભળાય છે તેમાં શું કારણ છે?
ઉ૦–અનુગ દ્વાર વૃત્તિમાં આવશ્યક નિક્ષેપાના