________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
અહિંયા ચારિત્રની આરાધના જ્ઞાનની આરાધના સાથે વિવક્ષા કરેલી છે. તે સિવાય તે જઘન્ય જ્ઞાનની આરાધના આશ્રયીને સાત-આઠ ભવથી વધારે ભવ કરે નહિ તેમ કહેશે. તે શી રીતે ઘટે? કેમકે ચારિત્રની અરાધનાનું ફલ છે. જેને માટે કહ્યું છે કે જઘન્ય ચારિત્રની આરાધના કરનારે વધુમાં વધુ આઠમે ભવે તે સિદ્ધ. થાય જ, શ્રત, સમ્યકત્વ, દેશવિરતિવાળાનાં ભવો તે અસંખ્યાતા કહેલા છે. એથી જ કરીને ચારિત્રની આરાધના રહિત જ્ઞાન અને દર્શનની આરાધના અસંખ્યાતા ભવવાળી, હેય છે. સાત-આઠ ભાવવાળી નહી.
હે ભગવંત! મધ્યમ રીતે દર્શનની આરાધના કરી કેટલા ભવે મોક્ષે જાય ? હે ગૌતમ? પૂર્વની માફક જ. મધ્યમ રીતે ચારિત્રની આરાધના કરવાવાળા પણ એજ રીતે મે જાય. - હે ભગવંત ? જઘન્ય રીતે જ્ઞાનની આરાધના કરીને કેટલા ભવે સિદ્ધ થાય ? યાવત કમને અંત કરે છે ગૌતમ! કેટલાંક જીવો ત્રીજા ભવે સિદ્ધ થાય યાવત કમને અંત કરે. સાત આઠથી તે વધારે ભવ કરે નહિં. એ રીતે જઘન્ય દર્શનની આરાધના અને ચારિત્રની આરાધના વિષે જાણવું.
આ પ્રમાણે ભગવતી સૂત્રનાં આઠમાં શતકમાં દશમાં ઉદ્દેશામાં કહ્યું છે. વિશેષાર્થ તેની ટીકામાંથી જાણવો.
તથા ઈન્દ્રપણું, ચક્રવર્તાિપણું અને વાસુદેવપણું