________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
આરાધના હોય તેને દર્શનની આરાધના ઉત્કૃષ્ટ નિયમો હોય.
હે ભગવંત? ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના કરીને કેટલા ભવે સિદ્ધ થાય ? યાવત્ કર્મને ક્ષય કરે ? હે ગૌતમ ? કેટલાંક જીવો તેજ ભવની અંદર સિદ્ધ થાય યાવત્ કર્મને ક્ષય કરે. કેટલા બીજે ભવે સિદ્ધ થાય. યાવત્ કર્મનો ક્ષય કરે, ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના થઈ હોય તે કેટલાંક જીવ કપન્ન એવા સૌધર્માદિક દેવને વિષે ઉત્પન્ન થાય અને મધ્યમ ચારિત્રની આરાધના થઈ હોય તે કપાતિત એવા ગ્રેવેયકાદિ દેવલોકને વિષે ઉત્પન્ન થાય છે.
હે ભગવંત? ઉત્કૃષ્ટ દર્શનની આરાધના કરીને કેટલા ભવે મોક્ષે જાય ? હે ગૌતમ ! ઉપર મુજબ તેજ ભવમાં અથવા બીજા ભવમાં મોક્ષે જાય.
હે ભગવંત ? ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરી કેટલા ભવે મોક્ષે જાય ? હે ગૌતમ? ઉપર મુજબ જ વિશેષમાં એટલું કે કેટલાંક જીવો કપાતિત રૈવેયકાદિકમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાવાળા સૌધર્માદિક દેવલેકમાં ઉત્પન્ન થતાં નથી.
હે ભગવંત! જ્ઞાનની આરાધના મધ્યમ રીતે કરીને કેટલા ભવે સિદ્ધ થાય ? હે ગૌતમ ? કેટલાંક જીવો બીજા ભવે સિદ્ધ થાય. પ્રસ્તુત મનુષ્ય ભવની અપેક્ષાએ બીજે મનુષ્યને ભવ લેવો. ત્રીજે ભવ કરે નહિં.