________________
૧૨૪
પ્રક્ષેત્તરાર્ધશતક ગુજરાતી અનુવાદ - थलकरणे वेमाणिओ जोइसिओ चाणमंतरो समम्मि ॥ गड्डाइ भवणवासी एस गति से समासेण ॥ १॥ | ભાવાર્થ-જે તે મૃતકનું શરીર સ્થલ(ઊંચી જમીન) પર મૂકયું હોય, પાલખીમાં પધરાવ્યું હોય તે તે વિમાન નિક દેવ થયે છે એમ જાણવું. સરખી ભૂમિ પર મૂક્યું હોય તે તિષી કે વ્યન્તરમાં ઉત્પન્ન થયે છે. એમ જાણવું. ખાડામાં મૂકયું હોય તે ભવનપતિમાં ગયા છે એમ જાણવું. સંક્ષેપમાં આ પ્રમાણે તેની ગતિ કહેલ છે. ૧૦૪
પ્ર-(૧૫) વિહાર કરવાની ઈચ્છાવાલા આચાર્યાદિકે ચંદ્રબળતારાબળ જેવું કે નહિ?
ઉ૦–પ્રયાણ કરવાની ઈચ્છાવાળા આચાર્યાદિકે ઘણું કરીને ચંદ્રબળ, તારાબળ જોવું જ જોઈએ. બૃહકલ્પની ટીકામાં કહ્યું છે કે- અgqસ્ટેચારિ” જ્યારે આચાર્યને ચંદ્રબળ, તારાબળ અનુકૂલ હોય ત્યારે પ્રસ્થાન કરે. ઉપાશ્રયમાંથી નિકળ્યા પછી જ્યાં સુધી સાથેની સાથે ન થવાય ત્યાં સુધી તે શકુન ગ્રહણ કરે અને ભેગા થયા પછી સાર્થના શકુનની સાથે પ્રયાણ કરે.
પ્રવ-(૧૬) જિનકલ્પ શબ્દમાં જિનપદવડે તીર્થક, સામાન્ય કેવલીયે લેવાય કે અન્ય કેઈ? તથા જિનકલ્પિક સાધુઓ તે ભવમાં મોક્ષે જાય કે નહીં અને ન જાય તે શા કારણથી?