________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૬૩
અથ–દેવેન્દ્રપણું ચક્રવતિ પણું રાજય આદિ ઉત્તમ ભેગે મેં અનંતિવાર પ્રાપ્ત કર્યા તે પણ હું તેનાથી તૃપ્તિ પામ્યું નથી.
ઉપર મુજબ મરણ વિધિ પ્રકીર્ણકમાં કહેલાં વચનને બાધ થાય છે, કારણ કે તેમાં તે ભાવ અનંતિવાર પ્રાપ્ત કર્યાનું જણાવેલ છે.
સમાધાન-સિદ્ધાન્તનાં વચને પરસ્પર અવિધિ હોવાથી અહીંયા આ પ્રકારે અર્થ ઘટાવ. ઉપરોકત ગાથાનાં પહેલા પદમાં “ ગળે ” (અનેક વાર) એ પદ અધ્યાહારથી લેવું એટલે આ રીતે અર્થ કરે. દેવદ્રપણું ચક્રવર્તિપણું, આદિ પદથી વાસુદેવપણું મારા વડે અનેક વાર પ્રાપ્ત કરાયું છે. તથા બીજા રાજયાદિ ઉત્તમ ભણે મારા વડે અનંતિવાર પ્રાપ્ત કરાયા છે, તે પણ હું તેનાથી તૃપ્તિ પામ્યું નહીં.
શંકા-ફરી અહિં કઈ પુછે છે કે દેવેન્દ્રપણું વિગેરે ભાજો જે અનંતવાર પ્રાપ્ત નથી કર્યા તે કેટલી વાર પ્રાપ્ત કર્યા છે?
સમાધાન-તીર્થંકરપણું જે કઈ જીવ પામે તો તે એક જ વાર પામે છે. પરંતુ ફરી ફરીને પામતા નથી. એ વાત પ્રસિદ્ધ જ છે. તથા ભાવિતાત્માપણું અણુરપાણું ઉત્કૃષ્ટથી આઠ વાર કેટલાક જ પામે છે. આ આઠ ભવમાં જ તેની પ્રાપ્તિ કહેલી હવાથી.