________________
“૧૨૬
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ તેથી તે ભવમાં કેવલજ્ઞાનને નિષેધ છે, ઉપશમશ્રેણી સિવાય બાકીના કાલમાં તે સવેદી હોય છે. આ વિષયમાં કેટલાક આધુનિક લોકે એમ કહે છે કે જિનકદિપક સાધુઓને આચાર હઠગર્ભિત હોય છે કારણ કે તે સાધુએ સિંહ આદિને સન્મુખ આવતે જેઈને પણ તે જ માર્ગે જાય છે, બીજા રસ્તે જતા નથી, એટલે તેઓની તે ભવમાં મુક્તિ થતી નથી. એમ બોલવું તે અયોગ્ય છે, તેઓ ભગવાને કહેલ નિરપવાદ અનુષ્ઠાન કરનાર છે. તેમને જરા પણ હાવાદ નથી, તેઓના આચારવિષયિક ભગવાનની આજ્ઞામાં સર્વથા હઠવાદને અભાવ છે. એટલા માટે શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં જિનકલ્પિક, વિરકપિક સર્વે સાધુઓને જિનાજ્ઞાને અનુસરનારા અને સમ્યગ્રદર્શનો કહ્યા છે. કહ્યું છે કે,
जिनकल्पिकः कश्चिदेककल्पधारी द्वीत्रीन् वा विभर्ति, स्थविरकल्पिको वा मासार्धमासक्षपकस्तथा विकुष्टाऽक्कूिष्टतपश्चारी प्रत्यहभोजी कूरगड्डको वा एते सर्वेऽपि तीर्थकतवचनानुसारतः परस्पराऽनिन्दया सम्यक्त्वदर्शिनः ।
ભાવાર્થ-જિનકલ્પિક કેઈ એક વસ્ત્ર ધારણ કરે કે કઈ બે અથવા ત્રણ વસ્ત્ર ધારણ કરે, અથવા સ્થવિરકલ્પી કેઈમાસક્ષમણ કે અઈ માસક્ષમણ કરે, કેઈ વિકૃષ્ટ ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે, કેઈ અવિકટ ઉપવાસ કે છઠ્ઠ કરે અને કઈ રગડુની માફક નિત્ય ભજન કરે,