________________
૧૫
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુસાર
' सत्यपि एकेन्द्रियमूक्ष्मजीवनिकायसंभवे नारकदेवानां यत् उपपातक्षेत्रं तत् न केनचित् जीवन परिगृहीतमिति, अचिता तेषां योनिरिति' | ભાવાર્થ – કે સૂક્ષ્મ એકેન્દ્રિય જ સકલ લોક વ્યાપી છે તે પણ તેમના પ્રદેશો માટે દેવ, નારકના ઉપપાતસ્થાનના પગલે પરસ્પર મળવાવડે સંબદ્ધ નથી; માટે તેઓની અચિત્ત જ નિ છે એ પ્રમાણે સંગ્રહણીની ટીકામાં પણ જાણવું. શ્રી ભગવતી સૂવની ટીકામાં દસમા શતકના બીજા ઉદ્દેશામાં પણ કહ્યું છે કે સૂક્ષ્મ એકેન્દ્રિય જવનિકાય સંભવે છે તે પણ દેવ અને નારકનું જે ઉપવા નક્ષેત્ર છે તે કઈ છે ગ્રહણ કરેલું નથી તેથી તેઓની નિ અચિત્ત છે. જે ૧૨૫ છે
પ્ર–(૧૨૬) ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચારે દ્રવ્યને જે જે આઠ મધ્યપ્રદેશ સુચક દેશે કહેવાય છે. તેમાં આકાશનાં આઠ મધ્યપ્રદેશે મેરુપર્વતની મધ્યમાં સમભૂતલ પ્રદેશમાં રહેલ છે. એ તો પ્રસિદ્ધ જ છે. પરંતુ ધર્માસ્તિકાય અધમસ્તિકાય, અને જીવાસ્તિકાયનાં મધ્ય પ્રદેશ કયાં રહેલા છે ! તથા કેવલી સમુદ્દઘાત વખતે જીવના આઠ મધ્ય પ્રદેશ કયાં રહે છે? (૧). તથા તે આઠ જીવ પ્રદેશ કેટલા આકાશ પ્રદેશોમાં અવગાહીને રહે છે? (૨) તથા તે આડ પ્રદેશ કર્મથી લેપાયેલા છે કે નહી? (૩)