________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૨૭, આ બધા સાધુઓ તીર્થંકરના વચનને અનુસરનારા હોવાથી પરસ્પર નિન્દાના અભાવે સમ્યગદશની જાણવા. કહ્યું છે કે
जो वि दुवत्थ तिवत्थो एगेण अचेलगो व संथरइ ॥न हु ते हिलंति पर सव्वे वि हु ते जिगामाए ॥१॥
ભાવાર્થ-જે કંઈ પણ સાધુ બે વા અથવા ત્રણ વસ, એક વસ્ત્ર કે વસ્ત્રરહિતપણે પિતાના આચારનું પાલન કરે અને પરસ્પર કેઈની નિન્દા ન કરે તે તે સર્વ સાધુઓ જિનેશ્વરની આજ્ઞા પાળનારા છે એમ માનવું તેમજ જિનકલ્પિક કે પ્રતિમાધાન કેઈ સાધુ કદાચિત પિતાના કલ્પ એટલે આચારને અનુસારે ભિક્ષા ન મેળવી શકે તે પણ કૂરગડકને પણ તું ઓદનમુંડ છે એમ કહીને એની નિન્દા કે હેલણા ન કરે, સર્વ સ્થવિરકલ્પી મુનિ ઓએ ત્રણ વસ્ત્ર અવશ્ય ગ્રહણ કરવા જોઈએ. એક વસ્ત્રથી શીત પરિષહ સહન કરી શકે તે પણ ત્રણ વસ્ત્ર ગ્રહણ કરવાની ભગવાનની આજ્ઞા છે, બીજાઓ તે એમ કહે છે કે જિનકલ્પી મુનિઓને ઉત્કૃષ્ટ ક્રિયા કરવાની હોવાથી ઉત્કૃષ્ટ પુન્યને સંચય થાય છે અને તે પુન્ય વિશિષ્ટ સ્વર્ગાદિ સુખ ભોગવ્યા વિના ક્ષય થતું નથી તેથી તેમની તે ભવમાં મુક્તિ ન થાય ખરું તત્ત્વ શું છે તે તે કેવલી ભગવંત જાણે.
. (૧૦૭) અર્ણિકાપુત્ર આચાયે પિતાની સાથ્વીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એ જાણ્યા પછી તેણીને વંદન કર્યું કે નહિ ?