________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૨૭
ભાવાર્થ –તે લબ્ધિમાન સાધુ વસ્ત્ર પાત્રાદિ મેળવવાને માટે ગીતાર્થ સાધુઓની સાથે ફરે, છતાં શુદ્ધ ઉપધિ ન મળે અને તે ગીતાર્થે તેની લબ્ધિને ઉપઘાત કરે-હણે તે લબ્ધિવંત સાધુ એકલે પણ ફરે, એક ફરે તે કેવી રીતે ? આચારાંગસૂત્રની અન્તર્ગત વષણું અને પાત્રએષણ અધ્યયન આવે છે. તે અધ્યયનસૂત્ર અને અર્થથી ઉત્સારકલ્પવડે શેડો અભ્યાસ કર્યા પછી ફરે.
શંકાઃ – શું કઈ પણ માણસ કેઈની લાભાન્તરાય કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન થએલ લબ્ધિને હણી શકે છે? એમ કહેવાય કે ગીતાર્થો તેની લબ્ધિને હણે છે, એને માટે એક દાંત છે.-એક નિર્ભાગ્યશીમણિ જિહ્યુ : સાર્થની સાથે માર્ગમાં પેઠે. સાર્થને તૃષા લાગી છે, વરસાદનું વાદળું વર્ષવા લાગ્યું, પણ જેઓની અંદર તે ભિક્ષુક છે ત્યાં વરસાદ પડતું નથી. પછી સાર્થના બે ત્રણ ભાગ પાડ્યા. જ્યાં તે ભિક્ષુક નથી ત્યાં સર્વ ઠેકાણે વરસાદ પડે છે, પણ તેના ઉપર વરસાદ પડતું નથી. આ દષ્ટાન્તને સાર એ છે કે-જેમ તે ભિક્ષુકે સાર્થના ૫૦૦ માણસેના પુન્યને હણ્ય એવી રીતે બીજા નિભંગીઓ પણ કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થએલી લબ્ધિવંતેની લબ્ધિને હણે છે. આવી રીતે નિર્ભાગ્યના સાગથી ભાગ્યવંતનું પુણ્ય પણ હણાય છે.
પ્ર—(૩૧) ગૃહસ્થ ભાવતીર્થકરના નિમિત્તે જે અશનાદિ કર્યું હોય તેમ તીર્થંકરની પ્રતિમાની સન્મુખ