________________
૧૦૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
સાથે કારણે કે વિનાકારણે વાદ કરે તે વિસંગ પ્રયશ્ચિત આવે, એ પ્રમાણે સાધ્વીઓને માટે પણ સમજવું છે ૯૦
પ્ર. (૧) શકિતશાળી સમર્થ સાધુએ દુષ્ટ રાજા આદિથી પીડાતા ઉત્તમ સાધુઓને જે પ્રકારે સહાય કરાય તે પ્રકારે ચારિત્રહીન વેષધારીઓને પણ સહાય કરે કે નહિ? તેમજ દેવદ્રવ્યને હરણ કરનારા અથવા ચિત્યાદિને નાશ કરનાર દુષ્ટ રાજાદિને શિક્ષા કરે કે નહિ? તથા દેરાસર માટે નવીન રૂપુ, સેનું વિગેરે ઉત્પન્ન કર, મેળવે કે નહિ?
ઉ–ચારિત્રવંત સાધુને સર્વ પ્રકારે સહાય કરવી જોઈએ, અને ચારિત્રહીન સાધુને તે એક વાર સહાય કરીને પછી ઠપકે આપ કે ફરી આવું અકાર્ય કરીશ તે અમે તને છોડાવશું નહિ, મર્યાદામાં રહેલ સાધુ ફરીને પકડાય તે સે વાર તેને છોડાવ. શ્રી પંચકલ્પચૂર્ણિમાં એ પ્રમાણે જ કહેલ છે - ___ समत्थेण साहुणा लिंगत्यागं वि साइज कीरह "" चारित्रस्थितस्य सर्वप्रयत्नेन कर्तव्यम् , य: पुनश्चारित्रहीनस्सस्य सकल कार्य।
ભાવાર્થ–સમર્થ સાધુ વેશ્વાસને પણ સહાય કરે તેમાં ચારિત્રમાં રહેલ હોય તેને સર્વ પ્રયત્નવડે સહાય કરે અને ચરિત્રહીન હોય તેને એકવાર સહાય કરે.