________________
૧૦૬
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
विजयोत्र सन्नीत्या दुर्लभस्तत्ववादिनः ॥ तद्भावेऽप्यन्तरायादि दोषोऽदृष्टविघातकृत् ||५||
परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता ॥ स्वशास्त्रज्ञाततत्वेन धर्मवाद उदाहृतः ||६|| विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याद्यनिन्दितम् ।। आत्मनो मोहनाशश्च नियमात् तत् पराजयात् ||७||
ભાવા—મર્ષિ આએ વાદના ત્રણ ભેદ કહેલા છે. ૧ શુષ્કવાદ, ૨ વિવાદ, ૩ ધર્મવાદ. અત્યન્ત અભિમાની દુચિત્તવાલા અને ધના દ્વેષી મૂઢ એવાની સાથે જે વાદ કરવા તે શુષ્કવાદ, શુષ્કવાદમાં વિજય મળવાથી ધની હાનિ અને પરાજય થવાથી ધર્મની લઘુતા થાય એટલે આ શુષ્કવાદ અને રીતે અનને વધારનાર છે. લાભની ઈચ્છાવાળા, ખ્યાતિની ભાવનાવાળા દુસ્થિત અમહાત્માની સાથે જે છલ, જાતિ હેત્વાભાસરૂપ વાદ કરવા તે વિવાદ કહેવાય તત્ત્વવાદીને આ વાદમાં વિજય મળવે દુર્લભ છે, કદાચિત વિજય મળે તે પણ અષ્ટ રીતે નુકશાન કરનાર અંતરાયાદિ દોષરૂપ જાણવા. પરલેાકની પ્રધાનતા, માધ્યસ્થતાના ગુણ, સ્વશાસ્ત્રને જાણકાર એવા બુદ્ધિમાનની સાથે વાદ કરવા તે ધમ વાદ કહેવાય, ધર્મવાઢમાં વિજય થવાથી ધૃમની પ્રાપ્તિ આદિ અને પરાજય થવાથી પેાતાના માહેતા અવશ્ય નાશ થાય, આ પ્રમાણે ધર્મવાદનું ફૂલ જાણવું, આ ત્રણ પ્રકારના વાદમાં સાધુ