________________
૫૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
નિષેધ છે. તેથી પિતા પોતાના ઇન્દ્રના વિમાનમાં જ સામાનિક દેને નિવાસ જાણ.
શંકા-તે પછી એક વિમાનમાં તે મહર્તિક દે કંઈ સ્થિતિએ વસે છે!
સમાધાન-દેશના તુલ્ય દેવલોકમાં, ગ્રામ અને નગરાદિ સમાન વિમાનમાં, મહર્તિક દેના નિવાસની ભૂમિ તે પાડાના સમાન જાણવી.
શંકા–જે એમ છે તે ભગવતીસૂત્રના ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં, તિષ્યક સાધુ જે ઈન્દ્રને સામાનિક દેવ પણે ઉત્પન્ન થએલ છે તેના સંબંધમાં. "सोहम्मे कप्पे सयंसि विमाणंसित्ति" पाठ
कथं संगच्छते? સમાધાન-આ સૂત્રવડે એકજ પિતાના સ્વામીના વિમાનમાં જે દેવને જેટલે પ્રદેશ વિમાનના એક દેશભૂત સ્વાધીન હોય, તે દેવને તેટલે પ્રદેશ પિતાપિતાના વિમાન તરીકે કહેવાય છે. એ જ કારણથી કાલીદેવીને ચમરચંચા રાજધાનીને એક દેશ પણ પિતાના ભવન તરીકે કહેલ છે,
એ પ્રમાણે ચંદ્રપ્રભા, સૂર્યપ્રભા દેવીઓના પણ ચંદ્રાદિ વિમાનને એક દેશ જ પિતાના વિમાનરૂપે કહેલ છે એમ જાણવું. પ્રવચનમાં અપરિગ્રહીતા દેવીઓના જ વિમાને જુદા જુદા કહ્યા છે, આ બધે અધિકાર જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકાથી જાણ.