________________
૧૦૧
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ તાર્થ શિષ્ય દેષને પામ્યા હતા, તે દષ્ટાન્ત આ પ્રમાણે છે-કેઈક આચાર્યે ગીતાર્થ સાધુના અભાવે અગીતાર્થ સાધુઓને પ્રત્યન્ત પલ્લીમાં ક્ષેત્રની તપાસને માટે મોકલ્યા, ત્યાં રાજમાં જેનું માન સારું છે એવા સંયમથી પતિત એક ઉપાધ્યાય વસે છે. ક્ષેત્રની તપાસ માટે આવેલ તે સાધુઓ લેકેને પૂછે છે કે તે ઉપાધ્યાય કયાં રહે છે? ત્યારે લોકે કહ્યું કે–તે જંગલમાં રહે છે. ત્યાર પછી તે સાધુઓ જંગલમાં ગયા. ત્યાં બકરીઓ ચરાવવામાં તત્પર, સંયમથી પતિત તેને જોઈને, અરે ! આ તે અદgવ્ય છે એ વિચાર કરી તે સાધુઓ અગીતાર્થ હોવાથી ધીમે ધીમે પાછા ફરે છે. તેઓને પાછા ફરતા જોઈને ઉપાધ્યાયને શંકા થઈ કે શું આ સાધુઓ મને સંયમથી પતિત જોઈને પાછા ફરે છે! પછી સંશય છેદી તે ઉપાધ્યાય ગુસ્સે થએલા પલ્લી પતિને કહેવરાવીને તે અગીતાર્થ સાધુઓને પકડાવીને
જેલમાં નંખાવે છે. ત્યારપછી તેમની શેધ કરવાને માટે ગુએનું ત્યાં આગમન થયું. તેઓએ ઉપાધ્યાયને વંદન કરીને કહ્યું કે આ સાધુએ તે અશિક્ષિત અને અગીતાર્થ છે. એમ કહીને તે સાધુઓને જેલમાંથી મુક્ત કરાવ્યા, એ પ્રમાણે સાધુ શ્રેણિથી બાહ્યા હોય તેને પણ વંદન કરવું જોઈએ જે વંદન ન કરે તેને ચતુર્લઘુ પ્રાયશ્ચિત આવે. બીજું ચરણકરણ ગુણ રહિત કેવલ દ્રવ્ય લિંગને ધારણ કરનાર વિષે જેવું વંદન કરવું જોઈએ તેવું કહીશું.
वायाइ नमोकारो इत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणणं थोभवंदणं बंदणं वा वि ॥१॥