________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ઉ૦–પહેલા બે તીર્થકરનું શરીરપ્રમાણ મોટું હેવાથી એક દિશામાં બેની જ સ્થાપના યોગ્ય લાગે છે, ત્યાર પછી અનુક્રમે શરીરનું પ્રમાણ નાનું નાનું હોવાથી ચાર આદિની સંખ્યાવડે સ્થાપન કરવું તે યુક્તિયુક્ત જ છે, એટલા માટે શરીરનું અપબદ્ધત્વપણું જ એમાં કારણ રૂપે સંભવે છે. પર - પ્ર—(૫૪) શ્રી ભગવતીસૂત્રમાં અઢારમા શતકના નવમાં ઉદ્દેશામાં કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતકાળ સુધી ને કહેલ છે, તેથી કરીને આજ દિવસ સુધી અષ્ટાપદપર્વતને વિષે ભરતચક્રીએ કરાવેલ પ્રતિમાને સદુભાવ કેવી રીતે હેઈ શકે? કારણ કે વચમાં અસંખ્યાત કટાકેટિ વર્ષના પ્રમાણવાળે ચેથા આરે ગયો છે, તેમ જ શત્રુંજય વિષે પણ ભરતચકીના કરાવેલ મંદિર અને પ્રતિમા આજ દિવસ સુધી કેમ રહ્યા નથી, જે કારણ માટે ત્યાં અસંખ્યાતા ઉદ્ધાર થએલા સંભળાય છે?
ઉ૦–અષ્ટાપદનું સ્થાન દેવસાંનિધ્યથી અપાય રહિત છે, “જાવ સુમા ગોઢિત્તિ ” વસુદેવહિન્દીમાં આ પ્રમાણે કહ્યું છે એટલે ત્યાંનું દેરાસર એટલા કાળ સુધી રહી શકે તે જ છે, શત્રુંજયને વિષે તે સ્થાન અપાયવાળું અને ભવિતવ્યતાના વશથી તથાવિધ દેવસાંનિધ્યના અભાવથી સરતચકીએ કરાવેલ દેરાસર અને પ્રતિમાને અભાવ રાભવે છે, બાકી ખરૂં તત્વ તે કેવલી જાણે. વસુદેવહિન્દીમાં તે આ પ્રમાણે પાડ છે