________________
પ્રશ્નોત્તરસાર્ધ શતક ગુજરાતી અનુવાદ
૭૯
દેશને પ્રાપ્ત થએલ સર્વથા મેક્ષની શ્રદ્ધા રહિત અભવ્યને પણ તે વિભૂતિ નિમિત્ત દેવપણું, રાજાપણું, સૌભાગ્ય કે બલાદિ લક્ષણ કેઈપણ પ્રજનને લઈને કંઈક કષ્ટાનુષ્ઠાનને સ્વીકાર કરતા જ્ઞાનરૂપ માત્ર શ્રત સામાયિકને લાભ થાય તે પણ અગિયાર અંગ જેટલો જ લાભ મળે તેમજ અભવ્ય જીવ ઉત્કૃષ્ટથી ઉપરના રૈવેયક સુધી જાય.શ્રી ભગવતીસૂત્રની ટીકામાં मिथ्यादृष्टय एध अभव्या भव्या वा असंयतभव्यद्रव्यदेवा : श्रमणगुणधारिणो निखिलसामाचार्यनुष्ठानयुक्ता द्रव्यलिंगधारिणा गृह्यन्ते, ते हि अखिलक्रियाप्रभावत एव उपरिमग्रेवेयकेषु उत्पद्यन्ते, इति असंयताश्च ते सत्यपि अनुष्ठाने चारित्रपरिणामशून्यत्वात् " એ પ્રમાણે પ્રવચનસારોદ્ધાર ટીકામાં ૧૯૦ મા દ્વારમાં છે. यत्तु क्वचिद् नवपूर्वान्तं श्रुतम् अभव्याना अंगारमर्दकाचार्या दिनां श्रूयते तत् सूत्रपाठमात्रं तेषां पूर्वलब्धेरभावात्, यद् वा नवपूर्वाणि पूर्वधरलब्धि विनापि भवन्ति ।
ભાવાર્થમિથ્યાષ્ટિજ અભવ્ય વા ભવ્ય અસંયત ભવ્ય દ્રશ્યદેવે સાધુના ગુણને ધારણ કરનારા સમગ્ર સામાચારીના અનુષ્ઠાનક્રિયાયુક્ત દ્રવ્યલિંગને ધારણ કરનારા ગ્રહણ કરાય છે, તેઓ સમગ્રક્રિયાના પ્રભાવથી ઉપલા રૈવેયકને વિષે ઉત્પન્ન થાય છે. તેઓ ચારિત્ર કિયા કરવા છતાં ચારિત્રના પરિણામ રહિત હોવાથી અસંયત કહેવાય છે. જે કંઈ નવપૂર્વ સુધીનું શ્રુત અભવ્ય અંગારમÉકાચાર્ય આદિને