________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
એટલું જ કહ્યું છે. સગર પુત્રના અધિકારમાં છઠ્ઠ સર્ગમાં ભારતના અધિકારમાં योजनान्ते योजनान्ते दण्डरत्नेन चक्रिराट् । चकाराऽष्टों पदान्यस्मात् ख्यातः सो अष्टापदगिरिः ॥८२॥
ભાવાથ–આ પ્રમાણે સાંભળીને દંડરત્ન વડે આ પર્વતના આસપાસના તીણ શિખરને પાડીને આઠ પગ થિયા બનાવ્યા, એમ શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં છે. શ્રી લોકપ્રકાશમાં, અષ્ટાપદ પર્વતને દંડરત્નવડે ચારે બાજુથી છલીને તેણે આઠ એજનના માપવાળી ગાળ મેખલા બનાવી. શત્રુંજયમહામ્યમાં તેઓ આઠ પગથિઆવડે હર્ષથી ઉપર ચડીને જિનેશ્વરના પ્રાસાદને ત્રણ પ્રદક્ષિણા દેતા, એમ કહ્યું છે. ભરતચકીએ દંડર–વડે એક જનના માનવાળા આઠ પગથિઆ કર્યા તે અષ્ટાપદગિરિ પ્રસિદ્ધ છે.
પ્ર.–(૫૩) અષ્ટાપદપર્વત ઉપર સિંહનિષા નામના મંદિરને વિષે ચારે દિશામાં તિપિતાના વર્ણ–પ્રમાણ યુક્ત વીશ તીર્થકરોની પ્રતિમા સ્થાપના કરી છે તેમાં પૂર્વ દિશામાં ઋષભદેવ અને અજિતનાથ, દક્ષિણ દિશામાં સંભવનાથ આદિ ચાર, પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ આદિ આઠ, ઉત્તર દિશામાં ધર્મનાથ આદિ દશ તીર્થંકર સ્થાપન કર્યા છે, તે આવી રીતે સ્થાપન કરવામાં શો હેતુ છે?