________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ત્રણ મુહુર્ત પ્રમાણ દિવસ બાકી રહે એટલે ભરતક્ષેત્રનાં મનુષ્ય ઉદય પામતા સૂર્યને જુવે છે, ભરતક્ષેત્રમાં પણ ત્રણ મુહૂત દિવસ બાકી રહે છતે પશ્ચિમ મહાવિદેહના મનુ પણ ઉદય પામતા સૂર્યને જુવે છે, એ પ્રમાણે તે જ વખતે પશ્ચિમ મહાવિદેહમાં ત્રણ મુહૂત દિવસ બાકી રહે છતે અરવતક્ષેત્રના મનુષ્ય ઉદય પામતા સૂર્યને જુવે છે, અને અવતક્ષેત્રમાં ત્રણ મુહૂર્ત દિવસ બાકી રહે છતે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય ઉદય પામતા સૂર્યને જુવે છે તેથી કરીને સર્વ ક્ષેત્રમાં સરખા પ્રમાણવાલે દિવસ હોય છે. એ પ્રમાણે જબૂદ્વીપમાં શીતઋતુમાં જયારે સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય ત્યારે ભરતાદિ કઈ પણ ક્ષેત્રમાં ત્રણ મુહૂર્ત રાત્રિ ગયે છતે મહાવિદેહાદિ ક્ષેત્રોમાં સૂર્ય ઉદય પામે છે. તેમજ રાત્રિના ત્રણ મુહૂર્ત બાકી રહે છતે સૂર્ય અસ્ત પામે છે, એ પ્રમાણે સર્વત્ર રાત્રિ સરખી થાય છે. આ ઉપરથી ગ્રીષ્મ ઋતુમાં સર્વોત્કૃષ્ટ દિવસે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં રહેલ હોવાથી આદિના ત્રણ મુહૂર્ત અને અંતના ત્રણ મુહૂર્ત કુલ ૬ મુહૂર્તમાં સવ ક્ષેત્રમાં દિવસ હોય છે. તેમજ શીતઋતુમાં સર્વોત્કૃષ્ટ રાત્રિમાં આદિના ત્રણ મુહૂર્ત અને અંતના ત્રણ મુહૂર્ત કુલ ૬ મુહૂર્તમાં સર્વ ક્ષેત્રમાં રાત્રિ થાય છે, સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં રહેલ હોવાથી, એમાં કઈ જાતને વિરોધ નથી. यदुक्तं आगमे-पुच्चविदेहे सेसे सुहृत्ततिगे वासरे निरक्खंति ।। भरहनरा उदयंतं सूरं ककस्स पढमदिणे ॥१॥