________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૪૧
परमाणुपुग्गलेणं भंते ! सासए असासए वा, गोयमा सिअ सासए सिअ असासए, से केण ठेणं भंते ! एवं चुच्चति ! गोयमा ! दनहाए सासए पज्जवट्ठाए असासए ફત્યાદ્રિ,
ભાવાર્થ હે ભગવંત! પરમાણુ યુગલ શાશ્વત કે આશા અશાશ્વત? હે ગૌતમ, શાશ્વત પણ હોય અને અશાશ્વત પણ હોય છે. હે ભગવંત! પરમાણુ યુગલ શા કારણથી શાશ્વત અને અશાશ્વત કહેવાય છે? હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત કહેવાય છે. કેટલાક પરમાણુના નિત્યપણાથી પર્યાને નિત્ય માને છે તે અસત્ છે. શ્રી ભગવતી સૂત્રમાં સ્પષ્ટ અનિત્ય કહેલ છે તેમજ એક પરમાણુમાં અનંતા પર્યાયે હેય . આ વાત શ્રી પન્નવણાસ્ત્રના પાંચમાં વિશેષ પદમાં કહેલ છે ત્યાંથી જાણવું.
- પ્રવ–(૩૪) ઈદ્રિ સંબંધી આંગુલનું માપપરિમાણ કયું?
ઉ–સર્વ ઇદ્રિ અનંત પ્રદેશની બનેલી, અંગુલ ના અસંખ્યાતમા ભાગ જેટલી જાડાઈવાળી, અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળી કહી છે અને વિસ્તાર તે કાન, આંખ અને નાકને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો કહ્યો છે. જીભને વિસ્તાર બેથી નવ અંગુલને અને સ્પર્શ ઇન્દ્રિયને વિસ્તાર શરીર પ્રમાણ છે, તેમાં કાન, આંખ અને નાકને વિસ્તાર એકેકથી અલ્પબદુત્વપણું છે.