________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૧: અર્થ– આ સ્થળે મૂલ ટીકાકારે ભવનપતિ, જ્યોતિષ્ક વ્યંતર દેવીઓનું તથા ભવનપતિ, તિષ્ક, વ્યંતર તથા વૈમાનિક દે અને મનુષ્ય તથા તેમની સ્ત્રીઓને માટે ઊભા રહેવું કે બેસવું તે વાત સ્પષ્ટ કરી નથી, માત્ર સ્થાન જ કહ્યું છે. પૂર્વાચાર્યોના ઉપદેશથી લખાયેલ પટ્ટિકા અને ચિત્રથી બધી દેવીએ બેસતી નથી. દેવ. પુરુષ અને સ્ત્રીઓ બેસે છે. આચા. રાંગ સૂત્રની ટીકામાં છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં પણ આ અધિકાર લેશથી બતાવેલ છે.
तथा उत्थिता द्रव्यतो भावतश्च तत्र द्रव्यतः शरीरेण भावतो ज्ञानादिभिः तत्र स्त्रियः, समवसरणस्था उभयथाप्युत्थिता शृणवन्ति पुरुषास्तु द्रव्यतो भाज्या भावोत्थितानां तु धर्ममावेदयत्युत्तिष्ठासूनां च देवानां तिरश्चां च येऽपि कौतुकादिना शृणवन्ति तेभ्योऽप्याचष्टे इति
અથ–જે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી ઉઠેલા હોય. તેમાં દ્રવ્યથી શરીરવડે ઊભા રહેલા હોય અને ભાવથી જ્ઞાનાદિ ગુણો વડે તૈયાર હોય–યુક્ત હોય, તે સમવસરણમાં રહેલી સ્ત્રીઓ તે દ્રવ્ય અને ભાવથી ઊભી ઊભી જ ધર્મ સાંભળે છે. પુરુષને માટે દ્રવ્યથી ભજન જાણવી. ઊભા પણું સાંભળે છે અને બેઠા પણ સાંભળે છે. ભાવથી જેઓ ધર્મ સાંભળવાને માટે તૈયાર થયા હોય તેમને તે ભગવાન ધર્મ કહે છે પણ ધર્મ સાંભળવા માટે ઊભા થવાની ઈચ્છાવાળા દે અને તિયાને તથા જે કૌતુકથી સાંભળે છે તેમને . પણ ભગવાન ધર્મ કહે છે. ૭ છે