________________
૨૧
પ્રોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની ટકામાં નેમિ અને રામતીના પૂર્વ ભવના અધિકારમાં– ततोऽपराजिताभिख्ये विमाने त्रिदशो धनः यशोमत्यपि चारित्रं चरित्वा तत्र सोऽभवत् ॥ અર્થ–ત્યાર પછી અપરાજિત નામના વિમાનમાં ધન અને ચમતી ચારિત્ર પાળીને દેવ થયા.શ્રીવિજયચંદ્ર ચરિત્રમાં પણ પ્રદીપ પૂજાના અધિકારમાં કહ્યું છે કેसा सग्गाओ चविउं एत्थ वि जम्मंमि तुहसही होइ तत्तो मरिलं तुब्भे सव्वढे दोवि देवत्ति ॥१॥
અર્થ-તે સ્વર્ગથી ઍવીને તારી સખી થશે, પછી ત્યાંથી મરીને તમે બંને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થશે
પ્રવે-(૧૬) લેક અને ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવા છતાં, પુરૂષની અપેક્ષાએ સ્ત્રીઓને તપ પ્રમુખ ધર્મકાર્યોને વિષે વિશેષથી જે સામર્થ્ય તથા ઉદ્યમ દેખાય છે તેમાં શું કારણ છે ?
ઉo-તેવા પ્રકારના શુભ અધ્યવસાયની સાથે સંમિલિત એટલે જોડાએલ તેમને સ્વભાવ જ તેમાં કારણ તરીકે જણાય છે. બીજે કઈ હેતુ નથી. આથી જ આગમની અંદર તેમને મુક્તિગમન કહેલ છે. તેમ જ સાતમી નરક પૃથ્વીનું ગમન નિષેધેલ છે. કહ્યું છે કેवादवि हु जुना मुत्ति जम्हा दीस अनुत्तरं किरियं ।। अम्मक्सिमि तासि सहा तहा उज्जुमंतीर्ण IRR :