________________
૧૦
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
તીર્થકરને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી, તીર્થને અને સાધુ એને નમસ્કાર કરી વૈમાનિક દેવીઓની પાછળ ઊભી રહે. છે, બેસતી નથી. ભવનપતિની દેવીઓ, જ્યોતિષીની દેવીએ, વ્યંતરની દેવીએ દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરી, તીર્થકરાદિને નમસ્કાર કરી દક્ષિણ પશ્ચિમાદિક એટલે નૈઋત્ય કણમાં અનુક્રમે ઊભી રહે છે.
भवणवई जोइसिया बोद्धवा वाणमंतरसुरा य ॥ वेमाणियाय मणुया फ्याहिणं जं च निस्साए ॥१॥
અર્થ—ભવનપતિ, તિષ્ક, વાનર્થાતર. આ દેવે ભગવંતને વંદન કરી અનુક્રમે પાછળ ઉત્તર પશ્ચિમ દિશા ભાગે એટલે વાયવ્યકોણમાં ઊભા રહે છે. વિમાનિક દેવો મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ, ભગવાનને પ્રદક્ષિણા કરી તીર્થકરાદિને વંદન કરી ઉત્તર પૂર્વ દિગભાગ એટલે ઈશાન કેણમાં અનુક્રમે ઊભી રહે છે.
जं च निस्साए ति य परिवारो જે દેવ યા મનુષ્ય જેની નિશ્રા કરીને આવેલ હોય તેની જ પાસે ઊભો રહે છે. આ પ્રમાણે આવશ્યક સૂત્રની ટીકામાં પણ કહ્યું છે. પરંતુ તેમાં એટલે પાઠ વિશેષ છેઃ
अत्र च मूलटीकाकारेण भवनपतिज्योतिष्क-व्यन्तरदेवीनां भवनपतिज्योतिष्क-व्यन्तर-वैमानिकदेवानां मनुष्याणां मनुष्यस्त्रीणां च स्थानं निषीदनं वा स्पष्टाक्षरैनौक्तं स्थानमात्रमेव प्रतिपादितं । ...