________________
- ૨૮
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
- ઉત્તર–આરાધનામાં ઉદય ન મળે તે સમાપ્તિ લેવી આ અન્ય ગચ્છને મત છે. શ્રાદ્ધવિધિકાર તે આરાધનામાં ઔદયિક તિથિ જ માનવાનું કહે છે પણ સમાપ્તિને નિર્દેશ કરતા નથી. ૩ ના તિ ના જમાઇ રૂસ્થતિ એટલા માટે જ પર્વતિથિના ક્ષયે તેને પૂર્વની તિથિમાં આરાધ્ય ઔદયિક તિથિ સ્થાપીને અપર્વતિથિને ક્ષય માનવામાં આવે છે.
પ્રશ્ન ૨૨-નવા પંથવાળા પર્વતિથિની વૃદ્ધિ કહે છે છે તે શું ઉસૂત્ર છે?
ઉત્તરજેનાગમ પ્રમાણે તિથિની વૃદ્ધિ જ થતી નથી એમ નવા પંથવાળા જાણે છે, છતાં પર્વતિથિની વૃદ્ધિ થાય એમ કહે છે તે ચકખી ઉસૂત્રપ્રરૂપણા જ છે.
પ્રશ્ન ૨૩–ઉસૂત્ર પ્રરૂપણ કરનારના દર્શનથી સમ્યમ્ - દષ્ટિ જીવને લાભ કે હાનિ
ઉત્તરઉત્સવપ્રરૂપણા કરનારનું દર્શન પણ સંસાર-વર્ધક કહ્યું છે, તે માટે જુઓ કપભાષ્યને પાઠ– ___ उस्मुत्तमासगा जे ते दुक्करकारगा वि सच्छंदा।। ताणं न दसणं पि हु कप्पइ कप्पे जो भणियं ॥१॥ जे जिणवयणुतिण्णं वयणं भासंति अहव मनंति ।। सम्मदिठीणं तदसणं पि संसारखुड्डिकरं ॥२॥ - અર્થ–જે ઉત્સુત્ર બોલે છે તે દુષ્કર કિયા કરતા હોય તે પણ તેમને સૂત્રકાર સ્વછંદી કહે છે. તેમનું દર્શન કરવું