________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ ચિત વિશેષશતક–વિશેષસ ગ્રહ–સામાચારી શતકાદિ ગ્રન્થાને વિષે જે અર્થાના સંગ્રહ કર્યો નથી તે અર્થના સ ંગ્રહ આ પ્રશ્નોત્તર સા શતક ગ્રન્થમાં કરવામાં આવેલ છે
પ્ર—(૧) સમવસરણમાં રહેલ ભગવાન કયા આસને એસીને ધમ દેશના આપે? શું પદ્માસને કે કોઈ બીજા આસને
ઉ—આ વિષયમાં કેટલાક આચાર્યાં જિનમદિરમાં રૃખાતાં આસનને જ જિનેશ્વરના આસનનું સ્વરૂપ કહે છે. પરંતુ આ તે એક લેાકવ્યવહાર છે, નિશ્ચયથી તા ભગવાન્ પાદપીઠ ઉપર પગ સ્થાપન કરી સિંહાસન ઉપર બેસીને ચોગમુદ્રાએ હાથ ધારણ કરી ધ દેશના કરે છે. એ જ કારણ માટે ભગવાનના પ્રતિરુપ તેમના સરખા હોવાથી આચાર્યાં પણ પ્રાયે એજ મુદ્રાએ વ્યાખ્યાન કરે છે. કેવલ તે મુખવસ્તિકા ધારણ કરે એટલું વિશેષ છે.
यदुक्तं - चैत्यवंदनमहाभाष्ये जं पुण भणति केई ओहरणे जिणसख्वमेयं तु ॥ जणववहारो एसो परमत्थो एरिसो एत्थ ॥५३॥ सिंहालणे निसन्नो पाए ठविण पायपीढंमि करधरिय जोगमुद्दो जिणनाहो देसणं कुणइ ॥५४॥ तेणं चिय सूविरा कुणंति वक्खाणमेय मुद्दाए जं ते जिणपडिरुवा घरंति मुहपोत्तियं नवरं ॥ ५५ ॥
આ પ્રમાણે સમવસરણમાં ભગવાનના આસનના વિચાર દર્શાવેલ છે.