________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
નવા પંથની માન્યતા દર્શનમોહનીય કર્મના ઉદયથી નવા પીવાળાને સૂત્ર અને પરંપરાની વાત રુચતી નથી, તેથી તેઓ કહે છે કેઆપણે જેને પંચાગ ઘણું સદીથી વિચ્છેદ ગયા છે માટે લૌકિક પંચાંગ પ્રમાણે જ માનવું તેથી તેઓ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરે છે અને પુનમને ક્ષય હોય તે ચૌદશ-પુનમ ભેગી માને છે અને પૂર્ણિમાની વૃદ્ધિમાં સાન્તર ચૌદશપુનમ માને છે.
શાસનપક્ષની માન્યતા શાસનપક્ષ જેને પંચાંગના અભાવે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર, વિષકરંડક સૂત્ર અને પૂર્વાચાર્યોની પરંપરાને અનુસારે.લૌકિક જન્મભૂમિ પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે તેના બદલે અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરે છે. પુનમ અને અમાવાસ્યાની ક્ષય કે વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરે છે, પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માનતા નથી. વિક્રમ સંવત ૧૨ના ભાદરવા વદિ અમાવાસ્યા સુધી તે નવા પંથવાળા પણ આ પ્રમાણે જ માનતા હતા, પણ પછીથી જુદા પડયા. વિવિઘા મr નહિ