________________
દિગંબરે વિષે જાણવાજોગ
સૂત્રો સદંતર વિચછેદ ગયાની દિગંબરોની માન્યતા સાચી નથી. દિગંબરે અંગ સૂત્રેને વીર સંવત ૬૮૩ સુધીમાં એટલે કે વિકમની બીજી શતાબ્દિની શરૂઆતમાં જ તદ્દન વિચ્છેદ ગયા એમ માને છે અને તેથી તેઓ શ્વેતાંબરમાન્ય સૂત્રને સ્વીકાર કરતા નથી.
ત્યારે કષાય પાહુડ શ્રી ગુણધરાચાર્યે વિક્રમની બીજી શતાબ્દિમાં રહ્યું હતું તેનું વિવેચન કરતાં લખે છે કે –
વીર સંવત ૬૮૩ બાદ અંગે અને પૂર્વોનું એક દેશ (એટલે અધુરુ) જ્ઞાન જ પરંપરાથી શ્રી ગુણધરાચાર્યને પ્રાપ્ત થયું અને તે ભટ્ટારક ગુણધરાચાર્યે જે જ્ઞાનપ્રવાદ નામનાં પાંચમાં પૂર્વની દશમી વસ્તુની અંતર્ગત ત્રીજા કષાય પાહુડ અધિકારનાં પારંગત હતા. તેમણે પ્રવચન વાત્સલ્યથી વશીભૂત થઈને ગ્રંથ વિચ્છેદ થવાના ભયથી સોળ હજાર પદ પ્રમાણે પેજસ પાહુડને ૧૮૦ ગાથાઓ દ્વારા ઉપસંહાર કર્યો.” (જય ધવલા પુ. ૧ પાનું ૪૧)
એટલે કે વીર સંવત ૬૮૩ (વિક્રમની બીજી શતાબ્દિમાં) અંગસૂત્રો સંપૂર્ણ વિચ્છેદ ગયા નહોતા પણ પૂર્વે સહિત સર્વ અંગસૂત્રોનું ડું જ્ઞાન વિચ્છેદ ગયું હતું, અને થોડું જ્ઞાન પ્રાપ્ત હતું.
તે કષાય પાહુડ ઉપર આચાર્યશ્રી યતિવૃષભે વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં ચૂર્ણ રચી અને આચાર્ય શ્રી વીરસેન તથા જિનસેને વિક્રમની નવમી શતાબ્દિમાં જય ધવલા ટકા રચી.