________________
Ye.
સંઘ જ નથી. સ્ત્રી દિગંબર રહી શકે નહિ માટે સાધ્વી થઈ શકે નહિ. તેથી દિગંબરમાં ચતુર્વિધ સંઘ જ નથી. દિગંબરમાં જૈન સિદ્ધાંત વિરૂદ્ધની કેટલીક બેટી માન્યતાઓ પણ પ્રવર્તે છે, તેના ત્રણ કારણે છે.
(૧) નગ્નત્વના આગ્રહને લીધે નાનત્વની રૂદ્ધ જતી બાબતેને અસ્વીકાર કરવા માટે તે તે બાબતેથી ઉલટી પ્રરૂપણ કરવી પડી. .
(૨) શ્વેતાંબરેથી છૂટા પડીને તેમને અને તેમના સાહિત્યને સંપર્ક ખાવાથી મૂળ માન્યતા ભૂલી જવાથી દિગંબર આચાયોએ પોતપોતાની કલ્પના અનુસાર નવી નવી માન્યતાઓ પ્રવર્તાવી. . (૩) બ્રાહ્મણનું સમાજમાં વર્ચસ્વ થતું જોઈને દિગંબરેએ બ્રાહ્મણના ઘણા આચારવિચારોનું અનુકરણ કર્યું. અને એ ખોટી માન્યતાઓ પ્રવર્તાવતી વખતે દિગંબરે તેમના જ પૂર્વાચાર્યોએ બનાવેલા શાસ્ત્રમાં શી શી પ્રરૂપણ કરી છે. તે જોવાનું વિચારવાનું જ ભૂલી ગયા, એટલે દિગંબરેની ઘણી ખરી માન્યતાઓ તેમના જ શાસ્ત્રોના વિધાનની વિરૂદ્ધ જાય છે. - દિગંબરેના જેવી તાંબર ઉપર બ્રાહ્મણોનાં આચારવિચારની અસર થઈ નથી કારણ કે શ્વેતાંબર મૂળ જન સિદ્ધાંતને ચીવટપણે વળગી રહ્યા હતા.
દિગબરની માન્યતાઓ તેમના જ શાસ્ત્રોની વિરૂદ્ધ છે તે મુનિશ્રી દર્શનવિજયજીએ તેમનાં “શ્વેતાંબર દિગંબર નામના પુસ્તકમાં દિગંબર શાસ્ત્રના અનેક ઉલ્લેખે આપીને બતાવી આપ્યું છે, જિજ્ઞાસુ જેને એ પુસ્તક જરૂર વાંચી જવું.