________________
ગીતાર્થપરંપરા
કાન વિંધાવવા પડે છે, કાન વિંધાયેલા ન હોય તે સંપૂર્ણ સાધુવેષ ગણાય નહિ, પ્રવચનપરીક્ષા બીજો ભાગ. ૮ વિશ્રામ, પત્ર ૨૫ માં જણાવ્યું છે કે-સાધુને મુહપત્તિ બે પ્રકારની હોય છે.
चउरंगुल विहत्थी एयं मुहणंतगस्स उ पमाण । बीओ विअ आएसो मुहप्पमाणेण निष्फनं ॥१॥ संपाइमरयरेणु पमजणट्ठा वयंति मुहपोति । नासं मुहं च बंधइ, तीए वसहिं पमज्जंतो ॥२॥
ભાવાર્થ:–હાથમાં રાખવાની મુહપત્તિનું પ્રમાણ એક વેંત અને ચાર અંગુલનું છે, મેઢે બાંધવાની બીજી મુહપત્તિનું પ્રમાણુ મુખ પ્રમાણે હોય છે સંપાતિમ એટલે ઊડતા જીવો અને રજ મુખમાં ન પડે તે માટે વસતિનું પ્રમાર્જન કરતાં સાધુ મોઢે મુહપત્તિ બાંધે છે.
ઉપદેશપ્રાસાદ થંભમાં શ્રી વિજયલક્ષ્મી સૂરિ મહારાજ મોઢાનાં થંકથી ઉચ્છિષ્ટ થયેલ મુહપત્તિને પુસ્તક કે સ્થાપનાગુથી જુદી રાખવાનું જણાવે છે. તે પાઠ નીચે પ્રમાણે છે
मुखनिष्ठयुतादिभिरुच्छिष्टा वस्त्रिका पुस्तकः सह स्थापनागुरुना च साकं न रक्षणीया, किन्तु मिन्नैव धार्या ॥
ધર્મદેશના સમયે મઢે મુહપત્તિ બાંધવાના મુખ્ય બે કારણે છે. પહેલું કારણ એ છે કે-ઊડતા ત્રસજીવો અને વાયુકાયનું રક્ષણ કરવાનું અને બીજું કારણ પુસ્તક ઉપર થૂક લાગવાથી શ્રુતજ્ઞાનની આશાતના થાય તે દૂર કરવાનું છે. વ્યાખ્યાન વખતે મુહપતિ હાથમાં રાખવાથી હાથ મુખ આગળ સ્થિર રહેતો નથી. ઊંચોનીચો થઈ જાય તેથી વાયુકાયની વિરાધના થાય અને ઘૂંક લાગવાથી શ્રુતજ્ઞાનની આશાતના થાય, મુહપત્તિને ઉપગ ગમે