________________
ગીતાર્થપરંપરા
[]
જણાવવાનું કે-વ્યાખ્યાન યોગમુદ્રા અથવા પ્રવચનમુદ્રાએ આપવાનું છે. વળી અર્થની દેશના આપનાર આચાર્ય તીર્થંકર તુલ્ય ગણાય છે. તે માટે વ્યવહારભાષ્યનો નીચેનો પાઠ સાક્ષીરૂપ છે.
कहंतो गोयमो अत्थ मोतुं तीत्थगरं सयं । नवि उठ्इ अन्नस्स तग्गय चेव गम्मति ॥
गाथा-२०२, व्यव० ६ उद्देशो टीका-न खलु भगवान् गौतमो अर्थ कथयन् स्वकमात्मीयं तीर्थकर मुक्त्वा अन्यस्य कस्यापि उत्तिष्ठति, अभ्युत्थानं कृतवान् , तद्गतं चेदानी सर्वैरपि गम्यते । तदनुष्ठितं सर्वमिदानीमनुष्ठीयते । ततोऽर्थ कथयन् न कस्याप्युत्तिष्ठति ॥
અર્થ –અર્થનું વ્યાખ્યાન કરનાર ભગવાન શ્રી ગૌતમસ્વામી પિતાના તીર્થકરને મૂકીને બીજા કોઈ વડીલ આવે તે ઉઠતા નથી, તેમ આસનવડે સરકાર પણ કરતા નથી, તેમનું અનુકરણ કરીને વર્તમાનકાળે અર્થનું વ્યાખ્યાન કરતા કાઈ ઊભા થતા નથી, ફક્ત પોતાના ગુરુ આવે તો જરૂર ઊભા થવું જોઈએ. આ ઉપરથી સમજવાનું કે-વ્યાખ્યાન આપનાર મુનિ તીર્થંકર સ્થાનીય છે. વળી વ્યાખ્યાન યોગમુદ્રા અથવા પ્રવચનમુદ્રાએ આપવાનું છે. યોગમુદ્રા એટલે કે બે કાણું પેટ ઉપર રાખીને બે હાથ જોડવા તે યોગમુદ્રા કહેવાય. અને આચારદિનકરમાં પ્રવચનમુદ્રાએ ધર્મદેશના આપવાનું કહ્યું છે. પ્રવચનમુદ્રા એટલે કે જમણા હાથના અંગૂઠાની સાથે તર્જની આંગળી જોડીને બાકીની આંગળીઓ વિસ્તારવી તે પ્રવચનમુદ્રા કહેવાય.
રોગમુદ્રામાં મુખથી હાથ છેટે જ રહે છે અને પ્રવચનમુદ્રામાં તે એક હાથમાં પાનાં અને બીજા હાથમાં પ્રવચનમુદ્રા જ હોય છે.