________________
[૮]
મુહપત્તિબંધન એટલે મુહપત્તિને ઉપયોગ રહી શકો જ નથી, તેથી વ્યાખ્યાન સમયે મોઢે મુહપત્તિ બાંધવાની જરૂર રહે છે. ન બાંધે તો સંપાતિમ જીવો તથા વાયુકાયની વિરાધના થાય, શ્રોતાઓ ઉપર થુંક ઉડે તેમજ શ્રુતજ્ઞાનની આશાતના થાય છે તેથી પૂર્વાચાર્યની પરંપરાને અનુસાર વ્યાખ્યાન સમયે મેઢે મુહપત્તિ બાંધવામાં આવે છે. વ્યાખ્યાન સિવાય બીજા સમયે યોગમુદ્રાએ કે પ્રવચનમુદ્રાએ શાસ્ત્ર વાંચવાનું નથી. તેથી મુહપત્તિ હાથમાં રાખીને વાંચવામાં આવે છે અને વ્યાખ્યાન સિવાયના વખતમાં ભણતાં કે વાંચતાં સાધુને શાસ્ત્રકારે તીર્થંકર સ્થાનીય કહેલા નથી, તેથી તે વખતે મુહપત્તિ બાંધવાનું કંઇ પ્રયોજન નથી, એટલે તે સમયે મુહપત્તિ હાથમાં રખાય છે. શ્રી શીલાંકાચાર્યકૃત “વિધિપ્રપા” ગ્રંથમાં દેશનાધિકારમાં મોઢે મુહપત્તિ બાંધવાને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આ રહ્યો તે પાઠ___इच्छाकारेण तुन्भे अहं धमोवएस दिएह, तओ गुरु आसणोवविठ्ठो सुहपावरणधरो दाहिणपासट्ठियरयहरणो पउमासण पलहटियासणिओ वा भयवं कण्णमूलकयनासग्गनिवेसियहत्थरगो जोगमुद्दाए पुलइयनयणो सुमहुरसरेण सवजाणवयबोहगामिणीए भयवत्तीए
| ભાવાર્થ: હે ભગવન્! ઈચ્છાપૂર્વક આપ અમને ધર્મોપદેશ આપો. ત્યારપછી ગુરૂ શુભ વસ્ત્ર ધારણ કરી, આસન ઉપર બેસી, રજોહરણ જમણે પડખે રાખી, પદ્માસન વાળી, કાનના મૂળથી નાસિકાના અગ્રભાગ ઉપર મુહપત્તિ રાખી, હાથમાં યોગમુદ્રા ધારણ કરી, વિકસિત ને, મધુર સ્વરે, સર્વ લોકને બોધ કરવા માટે ધર્મદેશના આપે. આ પાઠમાં ગ્રંથકારે ધર્મદેશના આપવાની વિધિનું વિધાન સ્પષ્ટ રીતે દર્શાવેલ છે, એમાં અંચમાત્ર સંશય કરવાની જરૂર નથી. વિચારરત્નાકરના એક શ્લોકમાં પણ મુહપત્તિબંધનનો સ્પષ્ટ ઉલ્લેખ છે.