________________
[૧૪]
સુલપત્તિમન
પ્રવચનમુદ્રાએ આપવાનું છે તેથી બે હાથે પાના પકડીને વ્યાખ્યાન વાંચવાની વાત રહેતી જ નથી.
મુહપત્તિ ચર્ચાને પરિણામે પરંપરાથી વ્યાખ્યાન સમયે મોઢે મુહપત્તિ બાંધવાની વાત સિદ્ધ થઈ ત્યારે પૂ શ્રી બુટેરાયજી મહારાજ શ્રીના શિષ્ય પૂ. શ્રી નીતિવિજયજી મહારાજે કહ્યું કે આપશ્રી સ્થાનકવાસી સંપ્રદાયમાંથી આવ્યા છે તેથી આ૫ મુહપત્તિ ન બાંધે. પરંતુ હું તો સ્થાનકવાસી સંપ્રદાયમાંથી આવેલ નથી તો આપશ્રી જે આજ્ઞા આપે તે હું મુહપત્તિ બાંધું. પછી પૂશ્રી બુટરાથજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂજ્ય મહારાજશ્રી નીતિવિજયજી મહારાજ વ્યાખ્યાનસમયે મોઢે મુહપત્તિ બાંધતા હતા. તેમના શિષ્ય પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પૂ. શ્રી હરખવિજયજી મ. અને મુનિરાજશ્રી દીપવિજયજી મ. પણ મુહપત્તિ બાંધતા હતા એમ સંભળાય છે. એટલે ગુરૂએ ન બાંધી તેથી શિષ્યો પણ ન બાંધે તે કોઈ નિયમ નથી.
આ ટૂંકા નિબંધને સારાંશ એ છે કે-સાધુ-મુનિરાજે વ્યાખ્યાન વચતી વખતે મુહપત્તિ મુખ પર બાંધીને કાનના છિદ્રમાં ભરાવવી એ ગીતાર્થ પરંપરા ગત આચરણ જ છે.
વ્યાખ્યાનમાં માટે મુહપત્તિ બાંધવા વિષે આચાર્યશ્રી વિજયાનંદસૂરિ-આત્મારામજી મહારાજ તરફથી સુરત સુનિશ્રી આલમચંદજી મહારાજ ઉપર લખાએલ પત્રની અક્ષરશ નકલ નીચે આપવામાં આવે છે.