________________
૧૨]
મુહપત્તિબંધન
વાનું શાસ્ત્રકાર કહે છે. પૂજા તે મૌનપણે પણ થઈ શકે છતાં મુખકેશ બાંધવો પડે છે. વળી ગુરુની સેવા કરતી વખતે પણ શ્રાવકને આચારપદેશ'માં વસ્ત્રથી મુખ ઢાંકવાનું કહ્યું છે
वस्त्रावृतमुखो मौनी, हरन् सर्वाङ्गिजं श्रमम् ।
गुरुं संवाहयेद्यतना-त्पादस्पर्श त्यजन् निजम् ॥१०॥
અર્થ:-શ્રાવક, ગુરૂના શરીરને પિતાના મુખનું ચૂંક ત્રાસ ન લાગે તે માટે વસ્ત્રથી મુખ ઢાકી, મૌન રાખી, શરીરના થાકને હરત અને યત્નથી પિતાના પગના સ્પર્શને તજતે ગુરુની સેવા કરે ( સાધુને પણ વસતીનું પ્રમાર્જન કરતી વખતે શાસ્ત્રકારે મુહપત્તિ બાંધવાનું કહ્યું છે, તે પછી ધર્મદેશના મોઢે મુહપતિ બાંધ્યા વિન કેમ અપાય ? શ્રુતજ્ઞાનની આશાતના દૂર કરવાને અને જીવદયાને માટે જ પૂવાચાર્યો ધર્મદેશના સમયે મોઢે મુહપત્તિ બાંધતાં હતા અને બાંધવી જોઈએ.
ધર્મશાસ્ત્ર વાંચતી વખતે મેઢે મુહપત્તિ કે કપડું બાંધવાને રિવાજ જૈન અને જૈનેતર ધર્મમાં હતું એમ પંડિત સુખલાલજી પણ પિતાની સંમતિતર્કની ગુજરાતી પ્રસ્તાવનામાં લખે છે
જૈન સાધુઓમાં કેટલાકનો એવો રિવાજ છે કે માત્ર સભામાં કથા કરતી વખતે મોઢે મુહપત્તિ બાંધવી.
મંત્રોચ્ચાર કરતી વખતે પારસી અધ્વર્યુંમાં મોઢે કપડું • બાંધવાની પ્રથાનું, સાંખ્ય પરાવિજકમાં મેઢા આગળ લાકડાની
પટ્ટી રાખવાની પ્રથાનું અને સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆતમાં “વાંચતી વખતે મુખવત્ર રાખવાની પ્રથાનું મૂળ એક જ લાગે છે કે વિદ્યાથી કે શ્રોતા ઉપર વ્યાખ્યાતા કે વક્તાનું થુંક ન પડે.