________________
(૩) પાત્રો વિના આહાર લાવી શકાય નહિ અને આહાર લાવ્યા વિના તીર્થકર ભગવાન આહાર કરી શકે નહિ તેથી કેવળી ભગવાનને આહાર હોય નહિ એમ જાહેર કરવું પડ્યું.
(૪) નગ્નવાદનાં કારણે ઉપર પ્રમાણે સ્ત્રીમુક્તિ, કેવળી ભુક્તિને નિષેધ કર્યો. તે ઉપરાંત ગૃહસ્થલિંગમુક્તિ, અન્યલિંગમુક્તિ વિગેરે અનેક બાબતેને દિગંબરોને નિષેધ કરવે પડ્યો છે.
- આ તેમના નિષેધ તેમના જ (દિગંબરેનાં) શાસ્ત્ર. ગ્રંથથી વિરુદ્ધ જાય છે. તેની કેટલીક વિગત “જૈન પરંપરાને ઈતિહાસ” નામના પુસ્તકમાં પાના ૩૧૯ થી ૩૨૫માં આપી છે. તથા ઉ. શ્રી યશોવિજયજીના ગ્રંથમાં તથા શ્રી આત્મારામજીના “તત્વનિર્ણયપ્રાસાદ' પુસ્તકમાં આપી છે. તે સ્થળ સંકોચને લીધે અહિં આપી શકાઈ નથી, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી. * દિગંબરેને એકાંત આગ્રહથી નુકશાન
વસ્ત્રપાત્ર વગેરે ઉપધિને નિષેધ કરી નગ્નતાને આગ્રહ રાખવાથી દિગંબરને ઘણું નુકસાન થયું છે. તેમાંનું થોડુંક નીચે પ્રમાણે છે.
(૧) નગ્નતાથી ધર્મની અને સંપ્રદાયની નિંદા થાય છે અને ધર્મ પ્રચાર અટકી જાય છે.
(૨) વિહારમાં અડચણ ઉભી થાય છે. (૩) બાળકે નગ્ન સાધુને જોઈ ડરે છે.
(૪) સભ્ય સમાજ ઘણા કરે છે. અને પોતાના ઘરમાં આવવા દેતા નથી.
(૫) સરકાર નગ્નને રસ્તામાં ચાલવાની બંધી કરે છે.