________________
પ તિથિક્ષયવૃદ્ધિપ્રશ્નાત્તરવિચાર
મહારાજોએ ગૂંથેલા સૂત્રેા પ્રમાણે ક્રિયા કરે છે અને ખરેખરુ ચારિત્ર પાળે છે તેએ જ ખરેખરા સંયમવંત છે–તેને જ મેાક્ષમાના સાચા પથિક જાણવા.
નાગપુરી તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી ‘ સ એધ સત્તરીની પાંત્રીશમી ગાથામાં જણાવે છે કેआगमं आयरंतेणं, अत्तणो हियकंखिणो | तित्थनाहो गुरु धम्मो, सव्वे ते बहुमन्निया ॥
૩૩
આત્મકલ્યાણાથી પુરૂષે આગમના રહસ્યનું આચરણ કરવાપૂર્વક તીથ"કર શ્રી અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવળીભાષિત ધર્મ એ સર્વાંનું અત્યંત આદરપૂર્વક બહુમાન કરવું, તેને અંગીકાર કરવા.
અત્યંત વિષમ એવા આ દૂષમકાળમાં–કલિકાળમાં શ્રી જિનાગમા જ પરમાલખનભૂત છે. જિનાગમ ન હોત તા અનાથ એવાં આપણી શી દશા થાત ? માટે પરમ પુણ્યદયે પ્રાપ્ત થયેલ પંચાંગીને માન્ય રાખી શાસ્ત્રવિહિત આચરણ કરવું એ જ ભવભીરુ પ્રાણી માટે ઉચિત છે.
આ જ હકીક્ત કલિકાલસર્વાંન શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિત શ્રી વીતરાગ સ્તંત્રના એગણીશમા પ્રકાશમાં સ્પષ્ટરૂપે જણાવી છે. આ હકીક્ત પરથી આ વસ્તુની ગહનતા અને મહત્તા સમજાશે. તેએશ્રી કહે છે કે
वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं वरम् । आज्ञाऽऽराद्धा विराद्वा च, शिवाय च भवाय च ॥
૩