________________
૩૨
પર્વતિથિક્ષયતૃપ્રિનોત્તરવિચાર
અર્થાત્ કે જેન સિદ્ધાંતે જેનાથી વિરુદ્ધ કથન કરવા. જેવું એક પણ મહાપાપ નથી, કારણ કે સરોવરમાં ફેંકેલા કંકરથી જેમ જળના કુંડાળા વધતાં સમસ્ત સરોવરમાં પ્રસાર પામી જાય છે તેમ એક માત્ર ઉસૂત્ર–વચન તે વિસ્તાર પામતાં સમસ્ત શાસનને છિન્નભિન્ન કરી મૂકે છે. શરૂઆતમાં તે નિર્જન અરણ્યમાં એક માત્ર પગદંડી જ (કેડી) પડે છે, પરંતુ તેના પર વિશેષ અવરજવર થતાં તે એક મહામાર્ગનું સ્વરૂપ ધારણ કરે છે તેવી જ રીતે ઉત્સુત્ર-પ્રરૂપણાનું સમજી લેવું. તેથી જ શાસ્ત્રકારોએ ઉત્સુત્ર-પ્રરૂપણાને તેલ આવે તેવું એક પણ પાપ ગણાવ્યું નથી. બીજા પાપ તે અન્ય ધર્મકરણી કે તીર્થયાત્રાદિ કરતાં વિનાશ પામે પરંતુ ઉસૂત્ર–પ્રરૂપણ તે અનંત ભવભ્રમણ વધારે છે. જુઓ ચરમ જિનપતિ શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવનું મરિચીનું દષ્ટાંત.
ઉસૂત્ર-પ્રરૂપણાથી ભેળા પ્રાણુઓ ભેળવાઈ જાય છે. અને ધર્મને બદલે અધર્મનું આચરણ કરી બેસે છે, માટે જ શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે આ વિશ્વમાં સૂત્રોમાં ફરમાવ્યા પ્રમાણે ઉપદેશ કરવા સિવાય બીજો કઈ ઉત્તમ ધર્મ નથી. સૂત્ર એ દીવાદાંડી સદશ છે. જેમ દીવા દાંડી સમુદ્રમાં અટવાયેલા જહાજને કિનારા પર લાવવામાં સહાયક બને છે તેવી રીતે આગમશાસ્ત્રો જીવન–નૌકાને ભવસમુદ્રમાંથી તીરે ખેંચી લાવવા સમર્થ બને છે, એટલે કે જે ભવ્ય પ્રાણીઓ તીર્થકર ભગવતેએ ઉપદેશેલ અને ગણધર