________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
પણ ગીતાર્થો “આ અયુક્ત છે એમ કહે નહિ તે પછી સૂત્ર, ગ્રંથ અને પૂર્વાચાર્યોની પરંપરાસિદ્ધ તેમજ કઈ સદીઓથી ચાલી આવતી પર્વ તિથિની ક્ષય કે વૃદ્ધિમાં કરાતી અપર્વતિથિની ક્ષય વૃધ્ધિની આચરણાને કેમ તેડી શકાય? જે ભવભીરુ ગીતાર્યો હોય તે તે આનું ખંડન કરે જ નહિ.
પ્રશ્ન ૨૦-–કેઈ માણસ આખું સૂત્ર માને પણ તે. સુત્રના એક પદ કે અક્ષરને ન માને તે તેને સમ્યગદષ્ટિ કહે કે મિથ્યાદષ્ટિ?
ઉત્તર–કેઈ આખું સૂત્ર માને પણ તે સૂત્રના એક પદ કે અક્ષરને ન માને તે તે જમાલિની માફક મિથ્યા. દષ્ટિ કહેવાય. તે માટે જુઓ વિશેષાવશ્યક ભાષ્યને પાઠ---
पयमक्खरंपि इक्कं च जो न रोएइ सुत्तनिहिं ।। सेस रोअंतो वि हु मिच्छदिही जमालिन्च ॥१॥
અથ>જે માણસને સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષર ન રુચે અને બાકીનું આખું સૂત્ર રુચે એટલે માને તે પણ. જમાલિની માફક તેને મિથ્યાદષ્ટિ જાણ, સમ્યકત્વ હોય નહિ.
પ્રશ્ન-૨૧ નવા પંથવાળા પિતાના પંચાંગમાં પર્વ તિથિના ક્ષયમાં ઉદય ન મળે તે સમાપ્તિ જરૂર લેવાનું લખે. છે તે યોગ્ય છે?