________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
૨૫
અથ–જે બાબત કે અનુષ્ઠાન સિદ્ધાન્તમાં વિહિત એટલે ચૈત્યવંદન અને આવશ્યક વિગેરેની માફક કર્તવ્ય રૂપે પણ નહિ કહેલ હોય, અને પ્રાણાતિપાતાદિકની માફક પ્રતિષેધેલ પણ નહિ હોય; તે સાથે વળી જે લેકમાં ચિરરૂઢ હાય, એટલે તે કયારથી શરૂ થઈ તેની ખબર પડતી ન હેય, તેને પણ સંસારવૃદ્ધિભીરુ ગીતાર્થો દૂષિત કરતા નથી એટલે કે “આ પરંપરા કે પ્રવૃત્તિ અયુક્ત છે” એમ બીજાને ઉપદેશ કરતા નથી, જે માટે તેઓ શ્રી ભગવતી સૂત્રમાં કહેલા નીચેની વાતને વિચારે છે. હકીકત આ પ્રમાણે છે-હે મંદુક! જે માણસ અજાણ્યા, અણદીઠા, અણસાંભલ્યા અને અણપરખ્યા અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તર ભરસભામાં કહે, જણાવે, પ્રરૂપે, બતાવે, સાબિત કરે કે રજૂ કરે તે માણસ અહંતુ ભગવાનની તથા કેવળીએાની આશાતના કરે છે, અને તેમના ધર્મની પણ આશાતના કરે છે, અને તેમના ચિત્તમાં આ વાત પણ કુરે છે કે
संविग्गा गीयतमा विहिरसिया पूच्चसरिणो आसि ॥ तदसियमायरिय-अणइसई को निवारेइ ॥१००॥ . .
અર્થ–સંવિન એટલે જલદી મેક્ષ ઇચ્છનારા અને અતિશય ગીતાર્થ કેમકે તેમના વખતે બહુ આગમે હતા, તથા સંવિગ્ન હોવાથી જ વિધિરસિક એટલે વિધિમાં જેમને રસ પડતું હતું એવા અર્થાત્ વિધિ બહુમાની પૂર્વસૂરિઓ એટલે ચિરંતન આચાર્યો હતો, તેમણે અણુદ્દષેલું એટલે