________________
૨૨
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માને છે તે સત્ય છે ?
ઉત્તર–લૌકિક પંચાંગ પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ માનવાથી આગમની સાથે સ્પષ્ટ વિરોધ આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને નિષકરંડક સૂત્રના પાઠ પ્રમાણે તિથિની જ વૃદ્ધિ થતી નથી તે પછી પર્વતિથિની વૃદ્ધિ કેમ મનાય? વળી સત્ય છે તે જ કહેવાય કેજે જિનેશ્વરે કહ્યું હેય. જુઓ ભગવતીસૂત્રને પાઠ, પત્રાંક ૫૪, શ. ૧, ઉ. ૩
से नूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । हंता गौतम ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेदितं ।।
અથ-જિનેશ્વરે જે કહ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે? હા, હે ગૌતમ!જિનેશ્વરે જે પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે. અભયદેવસૂરિ મહારાજ ભગવતીસૂત્રની ટીકામાં પણ એમ જ કહે છે કે-જેમને મત ઓગમાં નુસારી હોય તે જ સત્ય માનવું; બીજની ઉપેક્ષા કરવી એટલે છેડી દેવું. જુએ ટીકાને પાઠ
यदेव मतमागमानुपाति तदेव सत्यमिति मन्तव्यमितरत्पुनरुपेक्षणीयम् ॥ ભ. સૂ. શ. ૧, ઉ. ૩, પત્રાંક ૬૨ ટકા. આ ઉપરથી પર્વતિથિની લૌકિક પંચાંગ પ્રમાણે વૃદ્ધિ માનવી તે અસત્ય છે.
પ્રશ્ન ૧૮-તિથિચર્ચાના સામાન્ય વિષયને વિદ્વાન સાધુએ આટલું મોટું રૂપ કેમ આપે છે?