________________
૧૮
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર ચેથ એ કાલિકસૂરિથી કાર્યતિથિ ગણાય છે કેમકે તે દિવસે પંચમીનું કાર્ય કર્યું છે પણ કાલતિથિ કહેવાય નહિ, નિશીથચૂર્ણિની રચના કાલિકસૂરિથી ૧૦૦ વર્ષ બાદ મહત્તર જિનદાસગણિએ કરેલ છે તેમાં સ્પષ્ટ રીતે ભાદરવા સુદી ૪ ને અપર્વ તરીકે સંબોધેલ છે તેથી તેને ક્ષય થઈ શકે અને નિશીથચૂર્ણિમાં પણ ચોથને જાળી એવું વિશેષણ આપેલ છે. .
શંકા-કેટલાકે એમ કહે છે કે ઓદયિક ચોથ મુકીને તેની પૂર્વની તિથિમાં સંવત્સરી પર્વની આરાધના કેમ થાય?
સમાધાન-શાસ્ત્રાનુસાર સાંવત્સરિક પર્વની તિથિ તે ભાદરવા સુદ પાંચમ છે ચૂથ તે કારણિક છે, “ચંતifa
w” કલપસૂત્રના નવમાં વ્યાખ્યાનની સમાચરીના ઉપરના પાઠને અનુસાર સંવત્સરિ ફરે ત્યારે ઉદયતિથિનો નિયમ રહેતું જ નથી ફક્ત કાલિકસૂરિમહારાજે પાંચમથી એક દિવસ પહેલા સાંવત્સરિક પર્વની આરાધના કરી, એ રીતે કરીએ તે જ કાલિકસૂરિમહારાજની આચરણા પ્રમાણે સાંવત્સરિક પર્વની આરાધના કરી ગણાય જેઓ પાંચમના ક્ષય કે વૃદ્ધિમાં ઔદયિકતિથિને પકડીને સંવત્સરિની આરાધના કરે છે.
તેઓના મતે સૂત્ર આજ્ઞા અને કાલિકસૂરિની પરં. પરાને સ્પષ્ટ ભંગ થાય છે.