________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
૧૫
કૃત્ય કરવાનું અને તેના બીજે દિવસે અમાવાસ્યા કે પૂર્ણિ. માની આરાધના કરવાનું જણાવે છે તેથી જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિએ બે તેરશ કરવામાં આવે છે જે અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિમાં પંચાંગની ઔદયિક ચતુર્દશીએ પાક્ષિકની આરાધના કરીએ અને બીજી અમાવાસ્યા કે પૂર્ણિમાએ તે અમાવાસ્યા કે પૂર્ણિમા પર્વતિથિની આરાધના કરવામાં આવે તે ચત
શી અને અમાવાસ્યા કે પૂર્ણિમા પ્રધાન પર્વતિથિની આરાધનાનું અનન્તરપણું રહેતું નથી. પર્વતિથિની વૃદ્ધિ માનવાથી ઉત્સુત્રપણાને દોષ તેમજ બે પર્વ કહીને એક પર્વની આરાધના કરવાથી યથાવાદીપણું પણ રહેતું નથી; એટલા માટે જ અમાવાસ્યા કે પૂર્ણિમાની વૃદ્ધિમાં પંચાંગ ગની ઔદયિક ચતુર્દશીને બીજી તેરશરૂપ ગણી પ્રથમ અમાવાસ્યા કે પૂર્ણિમાના દિવસે લોકેત્તર ઔદયિક ચતુદેશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે.
પ્ર. ૧૦–પર્વતિથિને ક્ષય માનનાર આરાધના પર્વતિથિની કરે કે અપર્વની
ઉ–પર્વતિથિને ક્ષય માનનાર આરાધના નિયમો અપર્વનીજ કરે છે, પણ પર્વની નહિ શાસ્ત્રમાં આરાધના પર્વની કહેલ છે અપર્વની નહિ. જૈનત પણ આરાધનામાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માનતા નથી ગોકલ આઠમને ક્ષય હોય તે સાતમના દિવસે કલઆઠમ માનશે નામના દિવસે નહિ. ઉમાસ્વાતિને પ્રૉષ પણ પર્વતિથિની ક્ષય કે