________________
પદવીદાન સમારંભ તથા શિષ્યલાભ
ચાતુર્માસની સમાપ્તિ પર સં. ૧૯૯૯ ના કારતક વદ ચોથના દિવસે રતલામનિવાસી મિશ્રીમલ ચેનાજીને અમદાવાદ રાજપુરમાં દીક્ષા આપવામાં આવી અને મુનિરાજ શ્રી હર્ષ વિજયજી મહારાજના પ્રથમ શિષ્ય થયા. તેમનું નામ મુનિ માનવિજય રાખવામાં આવ્યું. અમદાવાદથી મુનિ શ્રી વીરમગામ પધાર્યા. રાધનપુરનિવાસી કાનજીભાઈ ભૂદરદાસની દીક્ષાની ભાવના થતાં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા અને ત્યાંથી થલપર વિહાર કરી કાનજીભાઈને દીક્ષા આપી અને મુનિ કલ્યાણવિજય નામ આપ્યું, જે પાછળથી આચાર્ય થયા અને જેમણે ધર્મઉદ્યોત અને સમાજ ઉત્થાનના ઘણાં કાર્યો કર્યા. ત્યાંથી શંખેશ્વરની યાત્રા કરીને રાધનપુર પધાર્યા. સં. ૧૬૯ નું ચાતુર્માસ રાધનપુરમાં કર્યું.
તેઓ સતત અભ્યાસી હતા. સં. ૧૬૯ ના ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયક મુનિશ્રી હર્ષવિજયજી મહારાજે સુયગડાંગ, સ્થાનાંગ, સમવાયાંગ તથા ભગવતી સૂત્રના વેગ વહનની ક્રિયા કરી તેમજ નૈયાયિક પંડિત પાસે તર્કસંગ્રહની નીલકંઠ ટીકાને અભ્યાસ કર્યો.
સતત જ્ઞાનપિપાસુ, વિદ્વાન, શાંતમૂર્તિ, સરળ પરિણામી મુનિ શ્રી હર્ષવિજયજીની યેગ્યતા તથા વિદ્વતા જોઈને ગુરૂવર્યો પંન્યાસજી ભાવવિજયજી તથા પંન્યાસજી નીતિવિજયજીએ રાધનપુરના શ્રી સંઘની પ્રાર્થનાથી સંવત ૧૯૭૦ ના માગશર