________________
ઉની પરંપરા
( ૧૦ ). મહેસાણા નિવાસી શેઠ દેવચંદ હરખચંદભાઈને આચાર્ય, શ્રીના ઉપદેશથી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રાની ભાવના થઈ. તેમણે દસ-બાર ભાઈઓની એક મંડળી બનાવી. આચાર્યશ્રી સાથે વિહાર કરી મંડળી તલેગાંવ, ઘેડનદી, અહમદનગર, ઔરંગાબાદ, જાલના થઈ ફાગણ સુદ ૮ ના દિવસે સીરપુર પધાર્યા અને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી.
બાલાપુરના શ્રી સંઘના આગેવાને વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રી જરા અસ્વસ્થ રહેતા હતા તેથી બાલાપુરમાં આવવાનું વચન આપી થોડા દિવસ સિરપુર સ્થિરતા કરી. અહીંથી વિહાર કરી આકેલા પધાર્યા. આકેલામાં આચાર્યશ્રીનું સુંદર સ્વાગત થયું. અહીં થોડા સમય સ્થિરતા કરી બાલાપુર પધાર્યા. સં. ૧૯૨નું ચાતુર્માસ આચાર્યશ્રીએ બાલાપુરમાં કર્યું. અહીં વ્યાખ્યાનમાં પંચ સૂત્ર, સમરાદિત્યકેવલી ચરિત્ર વાંચવામાં આવતાં સંઘે વ્યાખ્યાનને ખૂબ લાભ લીધે. શેઠ લાલચંદ ખુશાલચંદે આચાર્યશ્રીના ઉપદેશથી ઉપધાન તપનું ઉદ્યાપન કરાવ્યું. માલાપણુ મહત્સવ ખૂબ સુંદર થયે. આ પ્રસંગે તેમણે બાર વ્રત ગ્રહણ કર્યા. , બાલાપુરથી વિહાર કરી ખામગાંવ, મલકાપુર, ભૂસાવળ, જળગાંવ તથા અમલનેર આદિ ગ્રામાનુગ્રામ વિચરતા અને જગ્યાએ જગ્યાએ ધર્મોપદેશ આપતા વ્યારા, બારડોળી,