________________
૧૦
પર્વતિથિક્ષયકૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર 'पंचमी तिथिस्त्रुटिता भवति तदा तसपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां त्रयोदशोचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति ॥
અર્થ––જ્યારે પંચમીને ક્ષય હોય ત્યારે તે પંચમી તિથિને તપ લૌકિક પંચાંગની કઈ તિથિએ અને પૂર્ણિ. માને ક્ષય હોય ત્યારે તેને તપ કઈ તિથિએ કરે? એને ઉત્તર આપે છે–ટિપ્પણમાં પંચમીને ક્ષય હોય ત્યારે તે પંચમીને તપ પહેલાની તિથિ ચોથના દિવસે કરે, અને પૂર્ણિમાને તપ તેરસ ચૌદશે કરવો. અહિં ખાસ આચાર્ય શ્રીએ સપ્તમી વિભક્તિનું દ્વિવચન વાપર્યું છે એ અર્થ સૂચક છે, એટલે ટિપ્પણાની ત્રયોદશીએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવું અને ચતુર્દશીએ પૂર્ણિમા સ્થાપીને તે તપની આરાધના કરવી. એથી પૂર્ણિમાના ક્ષયમાં બે તિથિ ફેરવવાનું સૂચવે છે એટલે પંચાંગની પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયમાં તેરશને ક્ષય કર એ પ્રમાણે તેરશે કરવાનું ભૂલી ગયા હોય તે પડવાને દિવસે પણ પૂર્ણિમાને તપ કર. આ “અપિ” શબ્દનો અર્થ છે. જેમ પાંચમના ક્ષયે તે તપ ચોથે કરી શકાય છે, કેમકે ચોથ અપર્વતિથિ છે પરંતુ પૂર્ણિમાના ક્ષયે તે તપ ચૌદશે કરી, શકાતું નથી, કેમકે ભગવતીસૂત્રમાં ચૌદશ અને પૂર્ણિમાને પ્રધાન પર્વ તિથિ માનેલ તેથી એ બને પર્વની આરાધના જુદી જ કરવી જોઈએ, ક્ષયમાં ભેગી થઈ શકે નહિ. જે પૂર્ણિમાને ક્ષયે તે તપ તેરશ કે પ્રતિપદાએ જ કરવાનું હોય