________________
સ્વર્ગવાસ અને ભવ્ય સ્મશાન યાત્રા
: ૫૧ ૬
જુદા જુદા ગામમાં એ નિમિત્ત પુજા ભણાવવામાં આવી હતી. અનેક ગામોમાં ઉત્સવો થયા હતા. ભકતજને શ્રાવકશ્રાવિકાઓએ સ્વર્ગવાસ નિમિત્ત તપશ્ચર્યા કરી હતી. તેમજ કેટલાક ભક્તજનેએ શુભ કાર્યમાં સારી એવી રકમ કાઢી હતી.
આચાર્યશ્રી પિતાના આત્માનું કલ્યાણ કરી ગયા. જૈન શાસનને ઉદ્યોત્ કરી ગયા. અને શિષ્ય-પ્રશિષ્યને સુંદર વારસે મૂકી ગયા.
ધન્ય જીવન ધન્ય ચારિત્ર! ધન્ય ગુરૂદેવ ધન્ય શાસન !