________________
૧ ૫૦ :
હષ-પ્રભા
અશ્રુભરી આંખે ગુરૂદેવની અંતિમ ક્રિયા કરવામાં આવી અગ્નિની જવાળાઓ સાબરમતીના પટ પર પથરાઈ ગઈ, જિનાગમ રહસ્યવેદી સુવિહિત નામ ધ્યેય શાસ્ત્રવેત્તા વિદ્વાન આચાર્યપ્રવરને દેહ વિલય થઈ ગયો. તમાં જ્યોત મળી ગઈ. જૈન સમાજનો ચમકો સિતારે અસ્ત થઈ ગયો.
લુહારની પોળ, ડેલાને ઉપાશ્રય, વીરને ઉપાશ્રય, શામળાની પિળને ઉપાશ્રય વગેરે સ્થાનના તમામ ઉપાશ્રયના સાધુ-સાધ્વીઓએ દેવવંદન કર્યું. આચાર્યશ્રીના વગવાસના સમાચાર દેશ-દેશાવરમાં પહોંચી ગયા. જૂનાગઢ, પાદરલી, તખતગઢ, શીવગંજ, પાલીતાણા, મુંબઈ, પૂના, મારવાડ આદિ ગામોથી તાર તથા ટપાલ દ્વારા શોક પ્રદર્શિત કરતા ઠરાવો આવ્યા હતા. કેટલાક ગામોમાં પાણી પાળવામાં આવી હતી,
વર્ગવાસને દિવસે જ લગભગ સાત હજાર ટીપમાં થયા હતા. અને પાછળથી પણ બે હજાર ભરાયા હતા. કુલ નવ હજારની ટીપ થઈ. ચૈત્ર વદી ત્રીજથી આચાર્યશ્રીના સ્વર્ગવાસ નિમિતે અઠ્ઠાઈ–મહોત્સવ અને મહા શાન્તિપૂજા ભણાવવામાં આવી.
આ પ્રસંગે ચલચિત્રોની ચેજના આકર્ષક કરી હતી, ગોવાળીઆએ ભગવાનના કાનમાં ખીલા ઠેક્યા હતા તે પ્રસંગ તેમજ શ્રીપાળ મહારાજાની સભા અને સુરસુંદરી નૃત્ય, ધનગિરિને સુનંદા વજકુમારને લઈ જવાનું કહે છે તે અને બાળક હાથ પગ ઊંચા કરે છે તે પ્રસંગ તેમજ ગિરનારચિત્રકુટનાં દ્રશ્યો અને આગમ પુરૂષનું ચિત્ર વગેરે દ્રો જેવા હજારની માનવ-મેદની હમેશાં આવતી અને ધન્ય! ધન્યથી ઉપાશ્રય ગુંજી ઉઠતે,