________________
વગવાસ અને ભવ્ય રમશાન યાત્રા
,
,
,
પૂજ્યશ્રીના નિમિત્તે આયંબિલ, ઉપવાસ કરવા જણાવ્યું, કેટલાક ભક્તજનેએ અમુક અમુક રકમ ગુરૂદેવના નિમિત્ત વાપરવા જણાવ્યું.
રાત્રિના બાર વાગ્યા ને ગુરૂવે આંખ ઉઘાડી. તેમને શ્રી આદીશ્વરદાદાના ફોટાના દર્શન કરાવ્યા. અને શાંતિને જાપ કરતાં કરતાં પાસ સુદ સાતમના રોજ રાત્રિના બાર ને પાંચ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા.
શિ-પ્રશિષ્યો, આગેવાને, ભક્તજને તથા શ્રાવકશ્રાવિકા સમુદાયમાં શોકની ઘેરી છાયા છવાઈ ગઈ. આચા
શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના વિદ્વાન, વિચારશીલ, શાસગામી વયેવૃદ્ધ આચાર્યપ્રવર શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીની સાધુ-સમુદાયમાં તેમજ જૈન સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી ગઈ અમદાવાદના જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ.
સવારમાં આચાર્યશ્રીના દર્શને હજારે બહેન-ભાઈઓ આવવા લાગ્યા. ભકતજનેની આંખડીઓ અશ્રુભીની હતી, ઉપાશ્રયમાં ખૂબ ભીડ જામી.
- આઠમના રોજ અગીઆર વાગે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. લગભગ દશેક હજાર માનવ-સમુદાય હશે. રસ્તામાં પળે પળે ને મહેલે મહેલે તેમજ બજારમાં આચાર્ય. શ્રીના દર્શન માટે માનવ-મહેરામણ ઉમટયે હતે.
સાબરમતી નદીના તટ પર ગુરૂદેવના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. ત્યાં પણ હજારે માણસ હતા. શહેરના તમામ સંભાવીત ગુહની હાજરી હતી.