________________
થર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર તિથિનું પ્રમાણ અહેરાવ કરતાં થતું હોવાથી બે મહિને એક તિથિને ક્ષય આવે છે. જુઓ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર રીકા, પત્ર ૨૧૭. ___ यत एकैकस्मिन् दिवसे एकैको द्वापष्टिभागोत्रमरात्रस्य सम्बन्धी प्राप्यते ततो द्वाषष्टया दिवसैरेकोऽत्रम(क्षय) रात्रौ भवति, किमुक्तं भवति ?-दिवसे दिवसे अवमरात्रसत्कैकद्वापष्टिभागवृद्धया द्वाषष्टितमो भागः सजायमानो द्वाषष्टितमदिवसे मूलत एव विषष्टितमा तिथिः प्रवर्तते इति, एवं च सति य एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वापष्ठितमा च तिथिनिधनमुपगतेति द्वाषष्टितमा तिथिों के पतितेति व्यवहियते ॥ - ભાવાર્થ એકેક દિવસે એક એક બાસઠમે ભાગ ક્ષય રાત્રિસંબંધી પ્રાપ્ત થાય છે, તેથી બાસઠ દિવસે એક ક્ષયરાત્રિ થાય છે. કહેવાનો મતલબ એ છે કે-દિવસે દિવસે ક્ષયરાત્રિ સંબંધી એક એક બાસઠીયા ભાગની વૃદ્ધિવડે બાસઠમો ભાગ ઉત્પન્ન થતાં બાસઠમા દિવસે મૂળથી જ ત્રેસઠમી તિથિ પ્રવર્તે છે, એ પ્રમાણે છતે એકસઠમે જે દિવસ તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પૂરી થાય તેથી બાસઠમી તિથિ લેકમાં ક્ષય પામેલી કહેવાય છે. , यतः ठक्तं तत्रैव पत्रे एकमि अहोर दोवि तिही जन्य निहणमेज्जासु सोत्थ तिही परिहायइ ।